________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૪૦૫
હોતી કે પ્રાર્થના શાને માટે કરવી, કયાં કરવી, પ્રાર્થનાનું પણ કોઈ સ્તર છે, પ્રભુનો પણ કોઇ મહિમા છે. પ્રાર્થના માટે કોઇક સ્થળ તો હોવું જોઇએ.
આનો અર્થ એવો નથી થતો કે માત્ર મંદિરમાં મૂર્તિ સામે, પ્રતીકો સામે, ભવ્ય સ્થળમાં કે ખાસ તૈયાર કરેલી જગાએ પ્રાર્થના કરી શકાય, જાહેરમાં બસમાં, ગાડીમાં, ટોળાની વચ્ચે, ગંભીર જરૂર પડે તો ગમે ત્યાં ગમે ત્યારે પ્રાર્થના થઇ શકે. પણ એ વખતે પ્રાર્થના માટેની આંતરિક ભૂમિકા આપણે તૈયાર કરી શકીશું ખરા ? જ શાંતિ અને સમતા જોઇએ એ મનમાં પ્રગટાવી શકાશે ખરી ?
એટલા માટે જ પ્રાર્થનામાં એકાંત સ્થળનું મહત્વ બતાવવામાં આવ્યું છે. બીજું કંઇ નહીં તો એક એવો ખૂણો પણ હોય જ્યાં અવરજ્વર નહીવતુ હોય. ત્યાં બેસીને પણ પ્રાર્થના કરવાથી ચિત્તવૃત્તિને એકાચ કરવાનું વધારે સરળ બને છે, પરમાત્મા અંદર બેઠેલો છે. અને આપણો બહાર રઝળતા મનથી પ્રાર્થના કરવા લાગીએ તેનો શો અર્થ ?
પ્રાર્થના માટે બહાર એકાંત જગા કે એકલખૂણો મળે એના કરતાં પણ પોતાના અંતરના એકાંતે પ્રવેશી શકાય એ વધારે જરૂરી છે. દરેક માનવીના હૃદઘમાં આવીસુંદર જગા હોય છે જ. માણસ જ્યારે આ જગા પ્રતિની અંર્તયાત્રા કરવાનું શરૂ કરે અને ક્રમશઃ એમાં નિષ્ણત થાય ત્યારે એને આ એકાન્ત નિવાસનો આનંદ માણવાનું વધુ ફાવે છે. પ્રાર્થનાનો શ્રેષ્ઠતમ લાભ તો જ એ લઇ શકે. આ ના ફાવતું હોય તો શીખી લેવું રહ્યાં.
પ્રાર્થનાનો વિચાર કરીએ ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. અનેક સ્પષ્ટતાઓ જરૂરી બની જાય છે. એમાં સહુથી મોટો પ્રશ્ન આવે છે પ્રાર્થનાની નિષ્ફળતાનો.
હું એ પ્રશ્નને જુદી રીતે જોઉં છું. એક જાણીતી વાત. એક ભાઇને ત્યાં આગ લાગી. એટલે એ કૂવો ખોદાવવા નીકળી