________________
૪૦૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
તો ખોટું શું ?
વાત તો સાચી લાગે છે. પણ અમારા જેવા પૃથક્ જ્નોએ શરૂઆત કયાંથી કરવી ?
પહેલી વાત તો એ કે વારંવાર ખાસ સમય કાઢીને પ્રાર્થના વિશેની આપણી વિચારણાને કંઇક કડક બનીને તપાસવા માંડવું જોઇએ. તપાસ કરવી કેવી રીતે ?
પહેલાં તો એ જોવું કે આપણી પ્રાર્થનાની અસરકારકતા વધી છે કે ઘટી છે.
આપણને બધાને કામ આવે એવી આ સલાહ છે. હવે તો મોટા ભાગના લોકોએ કબુલ્યું છે કે પ્રાર્થના એ માનવીની મોટામાં મોટી જરૂરત છે નળીની અંદર રહેલી. થાઇરોડ વગેરે ગ્રંથિઓની જેમ જ પ્રાર્થના પણ માનવીના શરીર અને મન ઉપર અસર કરે છે એ સિદ્ધાંત હવે વૈજ્ઞાનિક સ્વીકૃતિ પામ્યો છે આ અસરોને માપી શકે તેવાં સૂક્ષ્મસ્થૂલ સાધનો પણ વિજ્ઞાને શોધી કાઢ્યા છે.
વીજળીશક્તિ, ચુંબકશક્તિ અને ગુરુત્વાકર્ષણ જેવું જ અમોધ અને અકાટ્ય બળ પ્રાર્થનાનું પણ છે એ વાત હવે જગજાહેર બની છે. થોડા પ્રયોગહીનો વગર બીજું કોઇ આ બાબતનો પ્રતિકાર નથી કરતું. દૈનિક જીવન જીવવામાં ને આપણા નાનામોટા પ્રશ્નો ઉકેલવામાં આ દિવ્ય બળ અનહદ ઉપયોગી થઇ શકે. પ્રાર્થના એક ફરજ છે એમ માનવાને બદલે, એ આપણો અનન્ય અધિકાર છે એમ બરાબર સમજીને ચાલીએ તો સાચી અને અસરકારક પ્રાર્થના સિદ્ધિ થાય.
થોડા પ્રાર્થનાપ્રેમી મિત્રોનું વર્તુળ તેમની સાપ્તાહિક મિટિઙ્ગમાં બેઠું હતું, પ્રાર્થના પતાવ્યા પછી હંમેશના ક્રમ મુજબ પ્રાર્થના વિશે અનુભવો અને વિચારોનું આદાનપ્રદાન એમણે શરૂ કર્યું. આનો વિષય હતો. પ્રાર્થનાની
વ્યાખ્યા.
પ્રાર્થના એટલે શું ? સંચાલકે પ્રશ્ન મૂકયો.