________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આવે. પણ એ બધી પંક્તિઓ આંખ મીંચીને ગગડાવી ઇએ તો એ ઝાઝી અસરકારક નહીં નીવડે. ભાવ-ઊંડા હ્રદયનો ભાવ-જ પ્રાર્થનામાં મહત્ત્વનો છે.
૪૦૦
એક સુંદર પ્રાર્થના છે :
અબ સૌંપ દિયા ઇસ જીવનકા, સબ ભાર તુમ્હારે હાથોમેં,
હૈ જીત તુમ્હારે હાથોમેં ઔર હાર તુમ્હારે હાથોમેં.
હું તમને ખાતરી આપું છું કે પૂરા હૃદયથી આ પ્રાર્થના કરવામાં આવે તો હારનું નામોનિશાન મટી જાય, અને જિદંગીની જીતમાં પલટાઇ જાય. આ પ્રાર્થનાના છેલ્લા શબ્દો જૂઓ :
મુઝમેં-તુઝમેં બસ ભેદ યહી, મૈં નર હૂં, તુમ નારાયણ હો. મૈં હૂં સંસારકે હાથમેં, સંસાર તુમ્હારે હાથો મેં સબ ભાર તુમ્હારે હાથો મેં !
પ્રકાશ પારાવાર :
ગાયત્રીના મહામંત્ર દ્વારા તમે દિવ્ય તેની આરાધના કરી શકો. ઉપનિષદના તમસો મા જ્યોતિર્ગમય ઊંડા પ્રાર્થનાભાવ દ્વારા પરમ પ્રકાશની માંગણી કરી શકો. વળી બાઇબલમાં આવતી વિખ્યાત પ્રભુ પ્રાર્થના Lord's Prayer દ્વારા તમે પરમ સાથે એકતાર બની શકો. તમે કયા શબ્દો વાપરો છા એનું મહત્ત્વ નથી. તમારી ઉત્કટતા જ અગત્યની છે. એ ઉત્કટતા, સરળતા, શ્રદ્વા ને ઊંડાણ પ્રાર્થનાને સફળ બનાવે છે જ.
પ્રાર્થના પ્રાણનો પરિમલ છે. અંતરની આરત છે, એમાં ભીતરની ભવ્યતા પ્રગટ થાય છે. એ મનને મધુર બનાવે છે ને જીવન ચેતનાને જાગૃત કરે છે, વિરાટનો સંપર્ક કરાવીને એ આપણા ઉપર પરમ આશિષના ઔધ વહાવે છે. પ્રાર્થના એ અંધકારમાં સાથી છે. એ પ્રભાતનું પ્રાગટ્ય કરીને આપણને પારાવાર પ્રકાશ આપે છે. લઘુતામાંથી મુકત થઇ પ્રભુતામાં પ્રવેશવાનો એ ઉત્તમ રસ્તો છે. તમારી કોઇ પણ સમસ્યાને એ ઉકેલી શકે