________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૯૯
તમારી આંખોમાં તેના અજબ ઝગમગાટ રેલાય છે. એ અજવાળા આત્માના છે. એ શી રીતે મળ્યાં ?
પ્રાર્થના દ્વારા. મારા જીવનમાં મેં એ દીપ પ્રગટાવ્યો ને મારા તમામ અંધકાર ઓગળી ગયા. મને પરમ પ્રકાશની પ્રાપ્તિ થઇ ગઇ.
પ્રભુનો આ પાવન પ્રકાશ સહુ કોઇને મળી શકે છે. એ પ્રકાશ પ્રાપ્ત કરવા માટે ન્યુમેને ગાયેલું તેમ આપણે પણ ગાવું રહ્યું. સાચા હૃદયથી પ્રાર્થવું રહ્યું :
પ્રેમળ જ્યોતિ તારી દાખવી મુજ જીવનપંથ ઉજાળ. ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય. દૂર મારગ જોવા લોભ લગીર નથી, એક ડગલું બસ થાય. મારે એક ડગલું બસ થાય. આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ના લગાર. આપમેળે માર્ગ જોઇને ચાલવા, હામ ધરી મૂઢ બાળ. હવે નિર્જ શિશુને સંભાળ.
ન્યુમેનની લખેલી સુંદર પ્રાર્થનાના ગુજરાતી અનુવાદ પ્રેમળ જ્યોતિ ના નામે પ્રખ્યાત થયેલા આ સુંદર ભજન જેવા બીજા ભજનો પણ, પ્રાર્થનામાં અવશ્ય સામેલ કરી શકીએ. તારા ચરણમાં :
- સમર્પણનું આવું જ એક સુંદર સ્તોત્ર ભાવ સાથે વારંવાર રટવું જોઇએ : ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ.. આ કોને યાદ નહીં હોય ? એની છેલ્લી પંકિતનો ભાવ તમે જ મારા સર્વસ્વ છો. જો એ પ્રાર્થના વખતે મનમાં બરાબર ગુંજી ઊઠે તો આપણે ધન્ય બની જઇએ. એવી જ પેલી પ્રાર્થના મારાથી જે કંઇ થાય છે એ બધું જ હું નારાયણને સમર્પિત કરું છું. એ પણ મજાની છે. શોધવા બેસો તો આવી તો અનેક પ્રાર્થનાઓ મળી