________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આશંકાઓ ઠાલવે છે.
૩૮૯
પ્રભુ ! મને ટૂંકમાં બતાવો કે મારે શું કરવું ?
પ્રભુનો આદેશ છે કે મારામાં મનવાળો થા. આ આદેશ બહુ સૂચક છે. મન સંસારવ્યવહારની ચિંતાઓમાં જ ભટકયા કરતું હોય ત્યારે પરમ શક્તિ સાથે સંપર્ક સાધવાનું બહુ મુશ્કેલ બની જાય છે.
એક સુંદર જાપાની કાવ્યનો અનુવાદ વાંચવાની તક મળી હતી. એક મલમલનો પરદો છે. એની એક બાજુ માનવી છે, સામી બાજુ ભગવાન છે એણે હમણાં જ પ્રાર્થના પૂરી કરીને પોતાની આંખો ઉઘાડી છે. એના હોઠ ઉપર છેલ્લા શબ્દો છે.
આવો પ્રભુ...પધારો પ્રભુ...મને સાંભળો પ્રભુ... જો હું આવી ગયો સામેથી જ્વાબ આવે છે. અરે, આપ પધાર્યા છો ?
તારા બોલાવ્યા પહેલાં હું આવીશ, તારી પ્રાર્થના પહેલાં હું જ્વાબ આપીશ, એમ મેં તને નહોતું કહ્યું ? હવે તો તને બરાબર પ્રતીતિ થઇ ને ?
સંસારના વ્યવહારમાં ડૂબેલાઓને આટલે ગજે જ્વાની વેળા ભાગ્યે જ આવે. આપણને રસ છે આપણા પ્રશ્નોના ઉકેલમાં આપણી માંગણીઓમાં આપણને જોઇએ છે સુખ અને શાંતિ, આનંદ અને સમૃદ્ધિ. તો કોઇ માગે છે પ્રેરણા અને પ્રકાશ.
મારી ઇચ્છા પ્રમાણે થાઓ. -એ મોટા ભાગની પ્રાર્થનાઓનો સાર હોય છે. પણ કોઇ પ્રભુને એમ નથી કહેતું કે તારી ઇચ્છા પ્રમાણે થાઓ ! જો કે એમ કહેવામાં ગેરલાભ નથી જ હોતો. પણ નાનકડું મન એટલો ઉદાર દ્રષ્ટિકોણ અપનાવી શકે જ શી રીતે ? એને એ રીતે કેળવવા માટે પણ પ્રાર્થના કરવી પડે !
શ્રદ્ધા અને સમર્પણ :
ખલીલ જિલ્લાને અલ મુસ્તફા નામના એ મહાન પાત્રનું સર્જન કર્યું