________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ગુરૂદેવની આ વાત તદ્દન સાચી છે. વિશ્વના સહુથી પુરાતન સાહિત્ય ગણાતા વેદમાં ગાયત્રીમંત્ર આવે છે. એમાં જ દિવ્ય તેની પ્રાપ્તિની ઊંડી અભીપ્સા છે એ પ્રાર્થના જ છે. પોતાની પ્રજ્ઞાને દિવ્ય તેથી રસી દેવાની ઝંખનાની અભિવ્યક્તિમાં આત્માની તેમાાવના જ પ્રતિબિંબિત થાય છે.
વેદોમાં આવી તો અસંખ્ય ઋચાઓ મળે છે જે મૂળગત રીતે પ્રાર્થનાઓ જ છે. ઉત્તર કાશીવાળા દિવ્યેન્દ્ર સ્વામીએ આવી વદોકત પ્રાર્થનાઓનું સુંદર સંકલન બહાર પાડેલું. એમના કહેવા મુજબ વેદોમાં આપેલી પ્રાર્થનાઓમાં માનવજાતનો એવો એક પણ પ્રશ્ન નથી જેનો જ્વાબ ના મળી શકે.
૩૮૭
ઉપનિષદની તમસો મા જ્યોતિર્ગમયં વિશ્વની ઉત્તમ પ્રાર્થનાઓમાંની એક છે. આખા જગતનો કોઇ ધર્મ એનો અનાદર ન કરી શકે. સાવ નાસ્તિક માણસને પણ આ પ્રાર્થનાનો સ્વીકાર કરવો પડે એવી ઉત્કૃષ્ટ કોટિની એ પ્રાર્થના છે. અજ્ઞાન-અંધકાર અને મૃત્યુમાંથી જ્ઞાન, પ્રકાશ અને જીવન તરફ જ્વાની ઊંડી અભીપ્સા કોને ના હોય ? થોડાં વર્ષો અગાઉ મુંબઇમાં બાંદ્રા પાસેના દરિયાકિનારે આવેલા અદભૂત પ્રાર્થનાલયમાં જ્યલિયાના નામના એક સાધિકાબહેનને મળવાની તક મળી હતી.
એમણે બાઇબલમાં આવતી પ્રાર્તનાઓ વિશે થોડા જ સમયમાં એટલી માહિતી આપી કે અમે લોકો ચકિત થઇ ગયેલાં.
કુરાનમાં પણ સુંદર પ્રાર્થનાઓ મળી આવે છે. અવેસ્તામાં પણ વેદોની જેમ સુંદર પ્રાર્થનાના ભંડાર છે. બહાઇ ધર્મની પ્રાર્થનાઓ જોવા જેવી છે. અમેરિકાના મૂળ રહેવાસી રેડ ઇન્ડિયનોની પ્રાર્થનાઓ પણ અનોખી હોય છે. વિશ્વનું એક ધર્મશાસ્ત્ર એવું નથી, જેમાં પ્રાર્થના જોવા ના મળે. આ ઉપરથી ખ્યાલ આવે છે કે પ્રાર્થના એક સનાતન તત્ત્વ છે. આનું એક કારણ છે. ધર્મનું અસ્તિત્વ છે માનવીના પરમ ઉત્થાન માટે.