________________
૩૯૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આવા વાતાવરણમાં ખુદ પરમાત્મા પણ ઠરી ગયેલા ! આ તો રૂપકકથા છે ને ! ઠરી ગયેલા ભગવાન જેમ તેમ કરીને બહાર નીકળ્યા.
એમને હૂંફ જોઇતી હતી. એ હૂંફ એમને મળી ગઇ. પ્રાર્થના કરતાં માનવના ઉષ્માભર્યા હૈયામાંથી !
પ્રભુ જાણે સાચા પ્રાર્થના પ્રેમીને શોધી રહેલા છે. એમને જ્યારે પણ હૂંફ જોઇએ ત્યારે એ પ્રાર્થનામય હૃદયની ઉષ્મામાંથી મેળવી લે છે. કેટલી સુંદર કલ્પના છે ! પ્રાર્થના માનવીના અંતરને આટલું દિવ્ય બનાવે છે એમ પેલા અનામી રૂપકકારનું કહેવાનું હશે ને ? અંજલિમાં અમૃત :
ભગવાન બુદ્ધ સાક્ષાત્કાર પામ્યા પછી ધર્મચકવર્તન માટે નીકળ્યા હતા. એમના પિતાજીનો મિત્રરાજા એમને ઓળખી ગયો.
એ કહે : કુમાર ગૌતમ ! તમે તમારી કેવી અવદશા કરી છે ! ચાલો, હું તમને મેળ કરી આપું અથવા તો હું તમને મારે ત્યાં જ રાખું.
તથાગત એ ભલા માણસને શો જવાબ આપે ? પરમાત્મા સુર્યમાળાઓ આપવા માંગે છે ને આપણે ધૂળ ને ઢેફાં માગ્યા કરીએ છીએ ! તથાગત મહાન રાજ્ય ને તેના વૈભવો છોડીને આવ્યા હતા. ત્યારે પેલો રાજા એમને ફરી પાછો ઝંઝટમાં નાખવા માંગતો હતો.
આપણે ત્યાગી બની જવું એવી વાત નથી. આપણને પ્રાર્થનાની અપાર તાકાતનો ખ્યાલ નથી એ સમજવું છે. પ્રાર્થનામાં નાનીનાની વસ્તુઓ ના જ માગી શકાય એવું નથી. પણ એના દ્વારા જીવનના ને જગતના મહત્તમ પ્રશ્નો પણ હલ થઇ શકે છે એ યાદ રાખવાનું છે. જીવનના સર્વાગી વિકાસમાં એ ખૂબ જ કામ આવી શકે. - પ્રાર્થના જેવી માનવીની બીજી કોઇ શકિત નથી. એને બરાબર ઓળખીને યોગ્ય રીતે ઉપયોગમાં લઇએ તો આપણા માટે કંઇ જ અશકય ના રહે. રથળસંકોચને કારણે ઉદાહરણો ટાંકી શકાય તેમ નથી, પણ વિશ્વનો કોઇ પ્રશ્ન એવો નથી, માનવજીનની કોઇ સમસ્યા એવી નથી.