________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૯૫ જેમના ઉકેલ માટે પ્રાર્થનાનો ઉપયોગ સફળતાપૂર્વક ના કરવામાં આવ્યો હોય. ખજાનો ખૂલશે ?
દિવ્ય જીવન સંઘવાના સ્વામી શિવાનંદ તેમના સાધનાકાળના આરંભમાં કલાકો સુધી ગંગાના શીતળ જળમાં ઊભા રહીને સાધના કરતા.
આજે શું કર્યું ? એક સન્યાસીએ એક દિવાળીએ પૂછયું. ચાવીનો ઉપયોગ કર્યો. કઇ ચાવી ? તમારી પાસે તો એક પણ ચાવી નહોતી.
એ મારા હૃદયમાં હતી ને ! મારા એક અસીમ ખજાનાની ચાવી છે પ્રાર્થના. આજે પ્રાર્થનામાં ખૂબ જ લીન થઇ શકાયું. ખૂબ મજા આવી.
સામાન્ય માનવીનું એ સદભાગ્ય કયાં કે એ વારંવાર પ્રાર્થનામાં લીન થઇ શકે ? એ અનેક વાર પ્રયત્ન કરે ત્યારે એકાદ વાર સફળ થાય. પણ એ તો અભ્યાસનું કામ છે.
કરિયાણાની દુકાન ચલાવતા રમણભાઇને વર્ષો પછી મળવાનું બન્યું ત્યારે એમની સૌમ્યતા જોઇ હું ચકિત થઇ ગયેલો.
કાકા, તમે તો અજબ રીતે શાન્ત લાગો છે. મેં એમને કહ્યું. કેમ ના લાગું ? મને પ્રાર્થનાનું માન રહસ્ય મળી ગયું છે.
પ્રભુએ પ્રાર્થનારૂપે આપણા સહુના હાથમાં એક એવું મહાન રહસ્ય મૂકયું છે કે એનો ઉપયોગ કરીએ તો આપણને શાંતિ અને સમૃદ્ધિ, આનંદ અને મધુરતા બધું જ મળે. કલ્યાણ-ડી ઃ
પણ એ માટે પેલા અર્જુન જેવો સમર્પણભાવ જોઇએ. એણે, ભગવાનને કહેલું : હું તારા વચનનું પાલન કરીશ. આવી નિષ્ઠાભરી આજ્ઞાંકિતતા હોય તો સાધકનો, સામાન્ય માનવીનો અને ખુદ પરમાત્માનો રસ્તો પણ સરળ થઇ જાય !