________________
૩૯૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
સફળ થઇશું જ એવો આશાવાદ પણ સતત રાખેલો. વળી અમારા આખા જુથનો સહકાર અનોખો હતો. પણ મારા મતે અમારી સિદ્ધિમાં પ્રાર્થનાનો ફાળો ખૂબ જ મહત્ત્વનો ગણાય.
નોંધ લેવી પડે એવો આ અનુભવ ને અભિપ્રાય ગણાય. આપણે હન્ટની જેમ ભલે એવરેસ્ટનાં આરોહણ ના કરવાનાં હોય, જીવનમાં ડગલેપગલે નાના-મોટા અવરોધના ડુંગરાઓ ચઢવાના તો આવે જ છે. એમાં પ્રાર્થનાનો ઉપયોગ કેમ ના કરી શકાય ? વ્યવહારની વાડીમાં :
ડૉ રામચરણ મહેન્દ્ર નામનાં જાણીતા લેખકે મનોવિજ્ઞાનનાં નાનામોટાં થઇને ચારસો જેટલાં પુસ્તકો લખ્યા હશે. એમનાં સ્વપથ અને Bi૬મય નીવન નામનાં પુસ્તકો તો અદ્ભુત છે. ઉચ્ચ જીવનની પ્રેરણા આપતાં આ પુસ્તકોમાં એમણે એક બાબત ઉપર ખાસ ભાર મૂકતાં કહ્યું છે કે, પ્રાર્થના કરતી વખતે એ બરાબર યાદ રાખવાનું છે કે આપણે બ્રહ્માંડની મહત્તમ શકિત સાથે કામ કરી રહેલા છીએ. આ સ્મૃતિ ઉપકારક નીવડશે.
આ શક્તિની સાથે જ્યારે દુન્વયી સફળતાની યોગ્ય રીતિ-નીતિનો અજમાવવામાં આવે ત્યારે એક અકાટ્ય બળ આપણી અંદર ઊભું થાય
છે.
ડૉ નોર્મન પિલને એક શ્રીમંતને મળવાનું થયેલું.
ગજબનો છે તમારો ધંધો. આવી વિશાળ જગા મેં ભાગ્યે જ જોઇ હશે. ડૉ પિલે એ શ્રીમંતને કહ્યું.
તમને આશ્ચર્ય થશે કે આટલા વિશાળ ધંધાની શરૂઆત મેં શૂન્યથી જ કરેલી. સજ્જડ પુરૂષાર્થ, આશાવાદી વિચારો, પ્રામાણિક વ્યવહાર, માણસો સાથે માયાળુ રીતભાત અને યોગ્ય પ્રાર્થના મનધાર્યા પરિણામ લાવે છે એટલી સમજ સાથે આ ધંધો જમાવ્યો છે.
મને લાગે છે કે વ્યવહાર જગતના માણસો માટે આમાં એક સુંદર