________________
૩૮૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
એમાં એક અભણ ખેડૂતનો વારો આવ્યો. એ કહે : હું તમારા ક્વો વેદવાન નથી. મારી પરાથનામાં શાં ઠેકાણાં હોય ?
એને પૂજારીજીએ આપેલો જવાબ જોવા જેવો છે : વિદ્વાનની પ્રાર્થના લોકો ઉપર પ્રભાવ પાડે પણ સરળ હૃદયની સાદી પ્રાર્થના પ્રભુને સ્પર્શી જાય છે. આપણે શબ્દો સાથે નહીં, ભાવોની સાથે કામ છે.
સાચી પ્રાર્થનાને શબદો સાથે કંઇ જ લેવાદેવા નથી હોતી. અંતરના ભાવ જ એમાં મહત્ત્વના હોય છે. પરમ શક્તિને એમની જ સ્પર્શ થાય. પોકળ શબ્દો હવામાં ઊડી જાય.
એક સંત કહે : આપણે પ્રાર્થના કરીએ છીએ એ વાત સાચી. પણ, પ્રાર્થના કરીએ છીએ ખરા કે ?
બહુ સમજવા જેવી વાત છે, પેલા પોપટની જેમ પ્રાર્થનાના શબ્દો રટી જવા, ટેપ ચલાવી જવી એ એક વાત છે અને અંતરના ભાવ જગાવવા એ બીજી વાત છે. - પરમાત્માને પ્રાર્થનાની લંબાઇમાં નહીં, સચ્ચાઇમાં રસ છે, ઊંડાણમાં રસ છે. એને શબ્દશુદ્ધિમાં નહીં, હૃદયશુદ્ધિમાં, દિવ્ય બુદ્ધિમાં રસ છે. આપણે ભલે જગતુને પ્રભાવિત કરી શકીએ, પ્રભુને પ્રભાવિત કરવાના કીમિયા જુદા છે. સનાતન શક્તિ ઃ
ગુરૂદેવ યગોરે શાન્તિનિકેતનના પ્રારંભમાં પ્રાર્થનાનો એટલો આગ્રહ રાખ્યો હતો. નીના નામની એક અંગ્રેજ વિદ્યાર્થીની કહે : આ તો એક નવી જ વાત કહેવાય.
તું પ્રાર્થનાને નવી વાત કહે છે ? હા. આ વળી શું? જો. એ માનવઆત્માના આદિજન્મ સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે. આપણા માટે એ નવી વાત હોય એમ બને, પ્રાર્થનાની શક્તિ સનાતન છે. એની વાત નવી નથી. આપણો પરિચય નવો ગણાય એટલું જ.