________________
૩૮૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ મૂકીને ચાલ્યું ગયું. આવાં તો અનેક ઉદાહરણ એમના ને અન્યના જીવનમાંથી મળી શકે છે.
પ્રાર્થના એક દિવ્ય સીડી છે, જેનાદ્વારા આત્મા પરમાત્મા સાથે જોડાય છે અને જીવને પરમની શકિતનો લાભ મળવા માંડે છે. વિશ્વવ્યાપી બળ :
તિબેટી લામા તીંગ-ચી એક વાર ગુફામાંથી બહાર આવતા હતા. દ્વાર પર ઊભેલા શિષ્ય પૂછયું :
આ વખતે તો ચાલીસ દિવસે બહાર પધાર્યા. હા, હું આકાશને અડતો હતો ને પાતાળને હલાવતો હતો. ના સમજાય, ગુરુદેવ ! હું પ્રાર્થના કરતો હતો. મને અજબ મજા આવી ગઇ.
પ્રાર્થના આકાશને સ્પર્શી શકે ને પાતાળને હલાવી શકે છે એવો અનુભવીઓનો મત છે. આ મત ગમે તેમ વાતોમાંથી નહીં, પણ પ્રાર્થનાના પ્રત્યક્ષ પરિચયમાંથી પ્રગટેલો છે.
પણ એવા અનુભવ માટે કોઇ તૈયાર હોય છે ? આકાશપાતાળને હલાવવાની વાત જવા દો, માણસને પોતાનું હૃદય હલાવતાં જ નથી આવડતું ને ! ત્રીસ-ચાલીસ દિવસની વાત દૂર રહી, એટલી સેકન્ડ માટે પણ મનોવૃત્તિ પ્રાર્થનાલીન બને તોય ઘણું છે.
તમે પ્રાર્થના વિશે શું માનો છો ? નેપાળી મહાત્મા ભોલેરામને યાત્રીકોએ પૂછ્યું.
એનો કોઇ નિયમ નહીં એજ નિયમ. તોપણ ?
પ્રાર્થના બાળકના રુદન જેવી તાત્કાલિક અને સરળ, આંસુના જેવી સ્પષ્ટ અભિવ્યકિતવાળી, હૃદયવેદના વી ગુપ્ત વીજઝબકારા વી ત્વરિત વંટોળ જેવી સબળ પ્રેમ જેવી અસરકારક અને સંતોનાં હૃદય જેવી દિવ્ય શેય છે. પછી હું શા નિયમ બતાવું? .