________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૮૩
ના ચિરપુરાતન છે. તમને કોઇ અનુભવ નથી. માટે નવી લાગે છે. સર જીન્સના જેવો જ અનુભવ ડૉ. ભાભાનો હતો. વિખ્યાત ફિલસુફ કેન્ટ પણ એમ જ માનતા.
વિશ્વના મહાનતમ વૈજ્ઞાનિકોમાંના એક આઇન્સ્ટાઇન પરમ શક્તિમાં શ્રદ્દા સખતા હતા. એ નિયમિત પ્રાર્થના કરવાના આગ્રહી હતા. મહાત્મા ગાંધીનો પ્રાર્થનાપ્રેમ તો ગતભરમાં જાણીતો છે. અબ્રાહમ લિંકન પ્રાર્થનામાર્ગના પ્રવાસી હતા.
સ્વામી શ્રદ્વાનંદ પ્રાર્થનામાં અપાર રુચિ લેતા.
આવાં તો અનેક ઉદાહરણ મળી આવે. પ્રાર્થના એટલે કોઇ ઘેલા અને ભાવુક માણસોની ભમાત્મક પ્રવૃત્તિ છે એમ નથી માનવાનું. વિશ્વના અનેક મહાન પુરુષો પ્રાર્થનામાં રસ લેતા આવ્યા છે. ચૈતન્યના ચમત્કાર :
આ પ્રવૃત્તિ મહાન માણસો માટે જ છે એવું નથી. સામાન્યમાં સામાન્ય માણસથી શરૂ કરીને શ્રેષ્ઠ કક્ષાની વ્યક્તિઓના પ્રાર્થના પ્રેમનાં અસંખ્ય ઉદાહરણ નોંધાયેલાં છે. પ્રાચીન સમયમાં ધ્રુવ, પ્રહલાદ, માર્કંડેય, વિભીષણ, કુન્તા, દ્રોપદી, સિસ, મોહમ્મદ, અષો જરથ્રુસ્ત્રો, એલીજાહ ને આવાં તો અસંખ્ય વિભૂતિઉદાહરણ જોવા મળે છે. આધુનિક સમયમાં પણ એવાં ઉદાહરણ આપણી આસપાસમાંથી મળી આવી શકે. એવા અસંખ્ય ઉદાહરણમાંથી માત્ર એક જ ઉદાહરણ જોઇએ.
આનંદાશ્રમવાળા સ્વામી રામદાસ ભારતની તીર્થયાત્રા દરમ્યાન ભગવાનને શરણે સંપૂર્ણતા સમર્પિત થવાના સંકલ્પ સાથે વિચરતા હતા. એક વાર એમની પાસે પૈસોય નહીં કે ખાવાની સુવિધા પણ નહીં. શેતાન મન દલીલ કરવા માંડ્યું કે બરાબર બાર વાગે જો કોઇ અચાનક ખાવાનું લઇને આવે તો ભગવાન અને શક્તિ બેય સાચાં.
રામદાસજીએ મનને પટાવીને બેસાડ્યું. ને પોતે પણ એક અંધારી ગુફામાં ઇને બેસી ગયા. બરાબર બારને ટકોરે કોઇ ભોજનની થાળી