________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૮૧ આમાં કશું સર્જક દ્વારા ફરજિયાત બતાવાયું નથી. ફરજિયાત તો જે તે જીવને લાગે તો ફરજિયાત નહિતર ગીતાકાળમાં અને આજે પણ આથી બરાબર ૧૮૦ ડિગ્રીને ખૂણે ઊભા રહેલા અગણિત જીવો પણ કયાં નથી જોવા મળતા ? એમને માટે એ કયાં ફરજિયાત છે ? તમને આ ફરજિયાત છે એમ લાગે તો તેને તમારે તમારા ભાગ્યસૂર્યના ઉદયનું પૂર્વચિત સમજવું. આને ફરજિયાત સમજતા રહેશો તો કયારેક પણ તમારા જીવનઆકાશમાં સહસ્ત્ર કળા સાથે એ સૂર્ય ઉદિત થશે અને તમારા જીવન આકાશને પ્રકાશથી તથા તમને ઉખાથી ભરી દેશે.
ગીતાગાયક કૃષ્ણને ખરેખર આમ જ કહેવું હતું તે પણ હું (કે અન્ય કોઇ) જાણતો નથી. આમ તે આ બધી મારી તરંગલીલા જ ગણાય, પણ તેની ખાતરી કરવા હું કૃષ્ણનું કાર્ડ કયાં જઇને પકડું ? તમે તમને આ પ્રકાશ માટે ઝંખતા અનુભવો તો તે સાચું છે કે ખોટું તે પણ તમારા સિવાય કોણ કહી શકવાનું ? એટલે પ્રત્યેક વાચકે ગીતા (કે અન્ય કોઇપણ ગ્રંથ) નો અર્થ પોતાની રીતે સમજાય તે લેતા રહેવો અને તે માર્ગે ચાલતા રહેવું. તેમાં ભૂલ હશે તો તેની ચિંતા તમારે નહિ કરવાની. તમે ચાલતા રહો. પેલો (કૃષ્ણ બાપો) અકળાશે અને તમારી ભૂલ હશે. તો સુધારી તેમને સાચે રસ્તે મૂકશે. એમાં એની આબરૂનો પણ મોટો સવાલ છે.
એટલે તમે તો બેધડક, અને થોડાક નફફટ થઇને. કૃષ્ણની આબરૂના ધજાગરા થવા હોય, તો ભલે થતા એવા મિજાજથી તમને સમજાયું હોય. તે કરતા રહો, બિચારા દેવકીના હૈયાને અર્ધી રાત્રે અડવાણે પગે, દોડતા આવીને તમારો હાથ પકડી, તમને સાચે રસ્તે ન મૂકવા પડે તો આવું કહેનાર મગનલાલ છગનલાલને ટ કહેજો.
પણ મગનલાલ એની ચિંતા નથી કરતો, કેમ કે એનો એ લાલા સાથે એકદમ ખાનગીમાં કરાર થયો છે કે મગનલાલે એની બધી ગુHવાતો જાહેર કરી દઇ એને મુશ્કેલીમાં ન મૂકવો અને બદલામાં તે મગનલાલના