________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૭૯
એ ભ્રમ હતો ? માયાજાળ હતી ? સ્પમ હતું ? એ હતું કે ન હતું ? કે પછી ક્યાંક આ જોઇ રહ્યો છું તે સ્વપ નથી ને ?
પણ ના, આ તો સ્વપ્ર નથી જ. તેથી પેલું સ્મરણ કદાચ સ્વપ્ર હોય તેમ બને. અહીં આ પળે તો હું મને પૂર્ણ સ્વતંત્ર, પૂર્ણશકિત સંપન્ન, કોઇપણ દિશામાં જ્વાની લોલુપતા વગરનો તમામ અભાવોથી મુકત પૂર્ણતાની-દિવ્યતાની ઊંચામાં ઊંચી કોટિની સ્થિતિની અનુભૂતિ કરતો જોઇ રહ્યો છું. તેથી જેની મને આછી સ્મૃતિ લાગે છે કે તે મોટે ભાગે તો સ્વપ્નું કે તરંગ જ હશે, કેમ કે વાસ્તવમાં તો અહીં એમાંનું કંઇ જોવા મળતું નથી.
સાધકની આ અઢાર પગથિયાની યાત્રા વાસ્તવમાં તો મનોમય, સંકલ્પમય જ રહે છે. પણ એ સંકલ્પ એટલો પ્રબળ હોય છે કે તેને તે સતત વાસ્તવિક, નક્કર સત્ય જેવું લાગે છે. તે ક્યાંય ગયો નહોતો, કશું બન્યો નહોતો, તેણે કશું ખોયું ન હતું, તે ક્યાંય ભટકતો ન હતો, પણ આવું આવું થયું એમ તેના મનમાં તેને લાગ્યું અને હજી આ પળે પણ મેં આવું કંઇક જોયેલું એવી ઝાંખી સ્મૃતિ તેને રહે છે. પણ એ ઝાંખી સ્મૃતિ પાંચ ક્ષણમાં ઊડી જશે અને તે પોકારી ઊઠશે, ચિદાનંદરૂપ શિવોહં, શિવોહં... હું ચિત્ (શક્તિ અને જ્ઞાન) સ્વરૂપ છું, હું આનંદસ્વરૂપ છું, હું શિવ (કલ્યાણ, મંગલ) સ્વરૂપ છું.
ગીતા કાર્યક્રમ ગોઠવીને આરામથી રચાયેલો ગ્રંથન નથી. તે તો મોટી કટોકટીની પળે જરૂર પડતાં રચાઇ ગયેલો ગ્રંથ છે. પણ તેનાવકતા એટલા મોટા ગજાના હતા કે તેઓ જે બોલ્યા તે વ્યવસ્થિત, સુવ્યવસ્થિત શાસ્ત્ર જ બની ગયું. શાસ્ત્રી રચે તે શાસ્ત્ર ન કહેવાય, પણ શાસ્ત્ર રચે તે શાસ્ત્રી કહેવાય. ગીતાગાયક કૃષ્ણ જે બોલે તે શાસ્ત્ર, આચરે તે ધર્મ, સ્વીકારે તે પુણ્ય, ન સ્વીકારે તે પાપ. અપનાવે તે કૃષ્ણ (અર્જુનનું એક નામ કૃષ્ણ છે) અને તરછોડે તે ? બાપ રે. એની કલ્પના પણ કોણ કરી શકે ? એની કેવી ગતિ થશે તે જાણે અનુભવ્યા વગર કોણ કહી શકે ?