________________
૩૭૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વિષય એવી સ્થિતિ પહેલાં હતી. પણ હવે બુદ્ધિ જાણે આવા વૈતભાવને ભૂલવા લાગી. હું બુદ્ધિ કોણ ? મારો વિષય કોણ ? એ બંનેથી પર તત્ત્વ વળી કોણ? આ શું છે બધું વિચિત્ર? અહીં આવું અળગાપણું જ કયાં છે ? આવી સમજણ જેમ જેમ પાકી થતી જાય તેમ તેમ તે બુદ્ધિયોગ ને પગથિયે પગ મૂકે છે. બુદ્ધિ અને બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય-બે જુદાં છે. અને મારે તેને પામવાનું છે-એવી સમજ હવે ઓગળવા લાગી. તેને સ્પષ્ટ લાગવા માંડ્યું કે અહીં આવું કશું જ નથી. હું બુદ્ધિ પોતે જ પ્રાપ્તવ્ય તત્ત્વ છું અને મારો પ્રાપ્ત લક્ષ્ય બુદ્ધિ એટલે કે હું જ છું-આમ તેની બુદ્ધિ, બુદ્ધિ રહેવા સાથે બુદ્ધિયોગ (બુદ્ધિ દ્વારા સિદ્ધ એકાત્મતાની અનુભૂતિ) બની ગઇ, હવે બે ડગલાં આગળ ચાલે કે તે અનુભૂતિ વધુ ગાઢ થતાં બુદ્ધિયોગ એક કદમ ઊંચે ચઢી બુદ્ધિ-સંયોગ લાગે એટલું જ.
પણ આ બધા શબ્દો હવે કેવળ શબ્દો રહે છે. હવે જ્યાં જુદાઇ, વૈત જ નથી રહ્યું, ત્યાંકોણ બુદ્ધિ અને કોણ આત્મા ? બુધ્ધિ કરતા વળી આત્મા કોઇ સ્વતંત્ર હસ્તી છે ? અને આત્મા કરતાં બુદ્ધિની હસ્તી સ્વતંત્ર છે? ના રે ના, હવે શબદો રહ્યા, પણ એ શબ્દો પોતાના અર્થો ખોઇ બેઠા. વાપરો, હજી પણ એ શબ્દો જૂની ટેવને કારણે વાપરતા રહો. પણ હવે શબ્દ અને અર્થ અને ભાવના અને... આવું કંઇ અલગ અલગ નથી રહ્યું. તેથી હવે બુદ્ધિ જે આત્મા બની ગઇ. કે આત્મા જ બુદ્વિતમ બની ગયો. પરિણામે એવી બુદ્ધિને આત્મબુદ્ધિ-આત્મબુદ્ધિ, આત્મસ્વરૂપ બુદ્ધિ, આત્મા નામથી ઓળખાવી શકાય તેવી બુદ્ધિ. આવી સ્થિતિ સરજાઈ.
હવે આગળ? કયાં આગળ ? હવે કયાં જવાનું રહ્યું ? અંતિમ તીર્થ તો આવી ગયું. હવે કયાં ભટક્વાનું રહ્યું ? સિદ્ધ થયેલો, આત્મસ્વરૂપ થયેલો, આત્માને બરાબર ઓળખી ચૂકેલો યાત્રી સાધક હવે વિચારે છે કે આ સત્ય છે કે સ્વમ ? મને એવું ઝાંખું ઝાંખુ યાદ આવે છે કે કયારેક હું કોઇ ઊંડા કળણમાં ઊંડી આધાર ખીણમાં,કોઇની પણ સહાયતા વગર ડૂબી રહ્યો હતો અને આ પળે તો હું તેમાંનું કશું નથી જોવા પામતો. તો શું