________________
૩૮૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પણ એ કોઇને તરછોડે નહિ. તેથી કોઇને માટે એવી કલ્પના કરવાની જરૂર નથી. તે તરછોડતા લાગે તો તેને માત્ર તેની લીલા જ સમજ્વી. કૃષ્ણે કોઇને પણ તરછોડવાની તાકાત ગુમાવી દીધી છે. કેમ કે તે ગોકુળમાં એક્થારું માખણ ખાઇ ખાઇને માખણ કરતાંય વધુ મૃદુ બની ગયા છે. તેથી કૃષ્ણ કોઇને તરછોડતા નથી. તરછોડી શકતા નથી.
હા, જીવ થોડોક સમય અંધારામાં ને ખાડાટેકરામાં અથડાય ખરો, પણ તેનું અમંગળ ન થઇ શકે. કૃષ્ણે પોતાના ભકત માટે કહ્યું છે ન મે ભકત: પણ નિ -મારો ભકત કદી વિનાશનો શિકાર બનતો નથી. આપણે ભકત ના વર્ગમાં ન આવતા હોઇએ, તેથી આપણને ડર રહે કે રખે આપણી આવી દશા થાય, પણ એ તો કૃષ્ણનું નાટક જ. ગોપલીલા જેવી ભકતલીલા જ. કૃષ્ણ અને તે કોઇનો નાશ શું કરી શકે ? તે પહેલાં તો તેમનું જ હૃદય કંપવા લાગે ને તૂટવા લાગે. કૃષ્ણથી એવો ડર છોડી દઇએ.
કૃષ્ણના સરજેલા આપણે-કૃષ્ણનો સ્પર્શ પામેલા આપણે, જેને નાટકિય એક્વાર સ્પર્શ થાય તે વળી કદી નાશ પામતો હશે ? આ નાટકિયાનાં નાટકોની કોઇ સીમા નથી. ડર્યા વગર આપણે તેમના નાટકોનો આસ્વાદ નો આસ્વાદ લેતા રહીએ અને તે સાથે વહેલી તકે તેમનો સાક્ષાત મોઢામોઢનો મેળાપ થાય તે માટે મથતા રહીએ, કેમકે એના સાનિધ્યમાં જ અદ્ભુત આનંદ આવે તે તો એના પૂરા માપમાં અહીં ન મળી શકે ને ? એ માટે તો એમની મોઢામોઢ જ વું રહ્યું.
ન
અને તેથી આપણે આપણા બુદ્ધિ-નાશ ના પગથિયેથી આત્મબુદ્ધિના પગથિયે પહોંચાડતી સીડીની શોધ અને શરણ લેવાની ચિંતા કરવી રહી. બુદ્ધિ ની આ વિવેચનામાં ગીતા બુદ્ધિ ના સંદર્ભમાં આવતી વિવિધ પરિસ્થિતિઓ બતાવી, જીવ પોતે હાલમાં કયાં છે ને કયાં વા ધારે છે તે વિશે સૂત્રાત્મક છતાં મામિર્ક રૂપમાં માર્ગદર્શન આપે છે. આ કંઇ એકલા ગાંડીવધારી કુંતાપુત્ર અર્જુન માટે નથી કહ્યું તમારે-મારે માટે જ કહ્યું છે