________________
૩૭૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ન હતું. હવે તે આ બધાં પર બુદ્ધિનું નિયંત્રણ મૂકી દે છે. તેથી તે હવે થતબુદ્ધિ બને છે જેની બુદ્ધિ સંયમમાં રહે છે, સંયમના માર્ગ પર ચાલી રહી હોય એવી બને છે. અત્યાર સુધી તે અને તેની બુદ્ધિ બેઉ નિરંકુશ, અનિયંત્રિત હતાં. પરિણામે બુદ્ધિ ગમે તે દિશામાં રખડું ઢોરની જેમ ભટકતી હતી. હવે તેના પર જાણે લગામ આવી. હવે તેને અમુક નિયમોના બંધનમાં મૂકી દીધી. પરિણામે તેનું સ્વછંદ વિચરણ બંધ થયું. તેનું વિચરણ, વર્તન યોગ્ય રૂપ ધારણ કરવા લાગ્યું. ,
હવે બુદ્ધિ થોડીક વધુ ઊંડી ઊતરે છે. તેને પોતાની દુર્દશાનું કારણ સમજાય છે. તે ગમે તેવી ચીજોમાં આસકત થઇ જતો હતો. પરિણામે તેની ગતિ નષ્ટ થઇ જતાં તે કળણમાં પડ્યો હતો. પહેલાં તે આસકતબુદ્ધિ હતો. હવે તે અસકત બુદ્ધિ બનવા મથતો રહ્યો. દુઃખમાત્રનું મૂળ આસકિત. આસકિત એટલે ચીકણો ગુંદર, પરિણામે ગતિનાશને આમંત્રણ, ગતિનાશનું પરિણામ ઊંડી ખાઈમાં પડવા સિવાય બીજું કયું આવે ?
તેથી તે અસકત બુકિ બનવાનો યત્ન કરવાલાગ્યો. જુએ બધું પણ પોતાને કોઇ દ્વારા ખેંચાવા ચીટકાવવા દે નહિ આ તેની જાગૃતિ થઇ. દ્રઢતા થઇ. હવે ધીમે ધીમે તેની સંકલ્પશકિત જાગૃત થવા લાગી. તે હવે પોતાના પર પોતાનું નિયંત્રણ મૂકવામાં સફળ થવા લાગ્યો. અસકતબુદ્ધિ થવાના પ્રયત્નોએ તેને એક નવી દિશા સુઝાડી. વિષયોમાં આસકિત ન રાખવી તે તો સારુજ છે, પણ વિષયોને જ મારા દેવની પૂજામાં અર્પિત કરી દઉં તો પછી તે મારું શું બગાડી શકવાના ? અને તે અપિર્ત-બુદ્ધિ બનવાની કોશિશ કરવા લાગ્યો.
મારા દ્વારા જે કંઇ મન, વચન, કર્મથી થાય, મારું જે કંઈ કહેવાતું હોય, એ સર્વ કંઇ હું મારા દેવના ચરણમાં અર્પિત કરી દઉં છું અને તે સાથે મારી સંપૂર્ણ જાત પણ દેવના ચરણોમાં સોંપી દઉં છું. હું હવે સ્વતંત્ર નથી. હવે હું દેવનો સેવક, દાસ છું. દેવ જેમ મને પ્રેરે તે મારે કરવાનું છે. દિશા દર્શાવશે દેવ, ગતિ કરીશ હું. આમ તે અપિત બુદ્ધિ બન્યો. બુદ્ધિની