________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૭૫
તેમાં સતત બુદ્ધિની મદદ લેતો રહેશે. બુદ્ધિની સલાહ જે કરવાની કે ન કરવાની હોય તે તેને ચાહ્ય રહેશે. તેથી આ સ્થિતિ બુદ્ધિગ્રાહ્ય ની થઇ. હવે બુદ્ધિ તેને માટે ગ્રાહ્યા બની છે અને તે બુદ્ધિ દ્વારા સંરક્ષણ મેળવવા માટે ચાહા બન્યો છે. હવે તે બુદ્ધિના વધુ ગાઢ સંપર્કમાં છે. તે પ્રત્યેક પગલે બુદ્ધિની સલાહ લઇને જે કંઇ પણ કરે છે. હવે એનો પથપ્રદર્શક Friend, Philosopehr and Guide બુદ્ધિ જ છે. કહો કે તેણે પોતાની જાતને જાણે બુદ્ધિના નિયંત્રણમાં જ સોંપી દીધી છે.
બુદ્ધિમાન..બુદ્ધિયુકત...બુદ્ધિચાહા...સુધી હજી કળણમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ચાલતો રહે છે. પહેલાં હું આ કીચડમાંથી છૂટું, આ બુદ્ધિ જવા પરમ મિત્રનો હાથ બરાબર પકડું, પછી આગળની વાત. હજી પણ મને ડર છે કે કયાંક મારેથી એનો હાથ છૂટી જશે, તો વળી પાછું મારે ઊંડી ખાઇમાં અથડાવું પડશે-આમ આ ત્રણ પગથિયાં પગ સ્થિર કરવાનાં છે.
તે પછી તે સ્વસ્થ થાય છે. હવે તરત કળણમાં સરકી જશે એવા ભયથી તે મુકત થયો. હાશ, હવે તેને નિરાંત થઇ. હવે તે આસપાસ શું ચાલી રહ્યાં છે તે તરફ નજર કરે છે, આ પહેલાં તો એવી નજર કરવાની પણ કયાં હાલત હતી ? હવે જોઉં તો ખરો, આસપાસ જે છે તે શું કરે
એવું નિરીક્ષણ એને બતાવે છે કે આસપાસ જે છે તેઓ કંઇક પ્રયત્નપૂર્વક નિશ્ચયપૂર્વક કરી રહ્યા છે કરતા રહે છે... તે ઘણો સમય સુધી તેમનું નિરીક્ષણ કરે છે. તેમાંના કોઇને પછી જાણવા મળે છે. અને તે જાણવા પામે છે કે આસપાસ ઓ છે તેઓ પોતાના પર બુદ્ધિનું નિયંત્રણ રહે, બુદ્ધિનું શાસન ચાલે તે રીતે યોગ્ય માર્ગ પર નિયમપૂર્વક, સંયમપૂર્વક, પૂરી જાગૃતિ સાથે ચાલવાની કોશિશ કરી રહ્યા છે. તેમની પાસેથી જાણીને એ પ્રમાણે કરવાનું શરૂ કરે છે.
પહેલાં પોતાનાં વિકારો, વૃત્તિઓ, તરંગો, કાર્યો પર કોઇનું નિયંત્રણ