________________
૩૭૩
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
તેને હજારો લાખો ટુકડાઓમાં વહેંચાયેલું લાગશે, જેમાંથી પોતે પણ એક ટુકડો છે. જે સાવ ન ગણ્ય, તુચ્છ છે. આવું આ ભેદબુદ્ધિ અનુભવવા લાગશે. અહીં જેને સ્વન, સજ્જન, વડીલ, મિત્ર, માર્ગદર્શક, ગુરૂ.. કહી શકું એવું કોઇ નથી. હું સાવ એકલો જ છું. અસહાય છું આપત્તિઓથી ઘેરાયેલો છું, આમાંથી હું બચી શકું તેમ લાગતું નથી નક્કી મારો વિનાશ થશે. આવી કલ્પનાઓથી આ જીવ પોતાને તુચ્છાતિ તુચ્છ જંતુ સમાન માની સાવ અસહાય સમજ્યા લાગે છે.
એટલે એની ભેદબુદ્ધિ વધુ જોર પકડે છે. અને અંતે તેને કોઇ ઊંડી ખાઇમાં ફેંકી દે છે કે નિર્જન પ્રદેશમાં ફેંકે છે. આ અનંત વિશ્વમાં તે હવે પોતાને સાવ એકાકી, અસહાય, અત્યંત દુર્બળ, અભાગી અને મોતના મોંમાં ફસાયેલો સમજ્વા લાગે છે. બુદ્ધિભેદ પછી બુદ્ધિનાશને આવતાં શી વાર ? અહીં બુદ્વિનાશ એટલે સાચી સમક્ષ્ણ, પરિસ્થિતિના સાચા અંદાજ વિશેનું અજ્ઞાન, પોતાની શકિત વિશે સાવ અપરિચિતતા, અને હવે પોતાનો નાશ જ થવાનો છે એવા ભયના બોજ નીચે જાણે ભીંસાતો હોય એવી પરિસ્થિતિનો અનુભવ થવો એમ સમજ્યું.
વાસ્તવમાં તો જીવનો નાશ થતો નથી. આત્મતત્ત્વનો કદી પણ નાશ ન થઇ શકે. પણ એ વાતનું વિસ્મરણ થયું છે, તેથી જીવ અત્યંત ભયભીત થઇ, પોતે મરી ગયો એમ જ સમજ્યા લાગે છે. આવી સ્થિતિ આવે ત્યારે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધાં જ ઠપ્પ થઇ જાય છે, પરિણામે જીવતો પોતાની છાતી પર કરોડો મણ કે ટ્રેનનો બોજો અનુભવતો, મરી ગયો રે ! એવી વેદનાપૂર્ણ મૂંગી ચીસો પાડતો રહે છે.
પણ તેને કોણ બચાવે ? કેવી રીતે બચાવે ? જેને કોઇએ પકડ્યો નથી જે ભયમાં જ નથી, છતાં જે માને છે કે પોતે મોતના મોમાં છે ને હું નહિ બચી શકું એને એના પોતાના સિવાય બીજો કોણ બચાવી શકવાનો છે ? જ્યાં સુધી તેને પોતાના સ્વરૂપનું, શક્તિનું, વાસ્તવિકતાનું જ્ઞાન નહિ થાયત્યાં સુધી તે જાણે મોતના મોમાં ઝડપાઇ મર્યો કે મરશે ની