________________
૩૭૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
હાનિકર રૂપ હજી નથી સ્પર્યું. પણ તેને ય વાર લાગતી નથી. ગોથા ખાતાં ખાતાં સારો નરસો જ રસ્તો મળે તે પકડી લેવાય. સાથેવાળો ખોટો રસ્તો બતાવે તો તે પણ સ્વીકારાય, જાતે નક્કી કરવાની તો સ્થિતિ રહી નથી. તેનું સારું કે માઠું યોગ્ય કે અયોગ્ય પણ કેવી રીતે સમજવું ? પરિણામે દુર્બુદ્ધિ-ખોટી બુદ્ધિ, ખોટા માર્ગે ખેંચી જનારી બુદ્ધિનું રૂપ સ્વ-બુદ્ધિ ધારણ કરે તોય બચવાનો કોઈ રસ્તો નહિ.
પણ બુદ્ધિ દુબુદ્ધિ એટલે કે દોષપૂર્ણ નિર્ણય લેનારી બુદ્ધિ બને. એટલે દોષો પર કશો કાબૂ રહેવો મુશ્કેલ, જે પણ દોષને આવવું હોય તેને માટે દરવાજા ખુલ્લા. પરિણામે દુર્બુદ્ધિ અકૃત બુદ્ધિ નું રૂપ ધરે. અકૃત એટલે સંસ્કાર વગરનું. સંસ્કાર દોષોને દૂર કરે, ગતિન વ્યવસ્થિત કરે. રૂપને નયનરમ્ય ને નિર્દોષ બનાવે. એવા સંસ્કાર ન ઘઈ શકે ત્યાં બુદ્ધિ ખાણમાંથી કાઢેલા સોના જેવી રહે. સોનું છે પણ સોના સાથે ને સોનાની આસપાસ અનેક પ્રકારના નકામા પદાર્થો પણ છે, જે સોનાને ઢાંકી દે છે, તેની કિંમત ઘટાડે છે અને ઉપયોગિતાનો છેદ ઉડાડે છે. Rough, unpolished, crude... જેવા શબ્દોની મદદથી આની થોડીક કલ્પના થઇ શકે.
એને બુદ્ધિ તો વિવેક ખાતર કહેવાય. બાકી તો એને ને બુદ્ધિને સેંકડો ગાઉનું અંતર રહી ગયું છે. સાચા-ખોટા વિકૃત જ્ઞાનના ખીચડા વી એ સ્થિતિ. એ કોઇ સાચો નિર્ણય કેવી રીતે લઇ શકે? પરિણામે તેવી બુદ્ધિ પોતાની સામેના જગતને ડઝનબંધી કાલ્પનિક ટુકડાઓના રૂપમાં જુએ. જગત એને ભેદથી ભરપૂર જણાય.
કોઇ બે વસ્તુ સરખી નથી હોતી. શાસ્ત્રો ભલેને કહેતા હોય, નેહ નાનાસ્તિક કિચન -ભઇલા આ સંસારમાં બધુ જુદું જુદું એકમેકથી સાવ ઊલટું દેખાતું હોવા છતાં એમા જુદાપણું નથી. એ બધું એક જ છે. પણ, આ જીવની ભેદબુદ્ધિ (બુદ્ધિમેદ) એમાં વિશ્વાસ નહિ રાખી શકે. જગતું