________________
૩૭૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
દશામાં હોય તેવો કારમો અનુભવ સતત કરતો રહેશે. તેને પ્રકાશ આપતી સર્ચલાઇટ બુઝાઇ ગઇ છે, તે તેણે પાછી ચાલુ કરવી પડશે. તો જ તેને આસપાસ શું છે અને પોતાની વાસ્તવિક હાલત કેવી છે તેની જાણ થઇ શકશે. પતનનું આ જાણે કે છેલ્લું બિંદુ છે પતનની ઊંડી ખાઇને છેક તળિયે એક વખતનો પરમ આદરણીય, તેજસ્વી જીવ સડતો ને કલપતો રહેશે, બચવાનો ઉપાય એક જ બત્તી ચાલુ કર બુદ્ધિનો દીપ પેટાવ અને એના પ્રકાશમાં તને કંઇ નથી થયું તે જાણ, તેમ તે નહિ કરે ત્યાં સુધી આ જ સ્થિતિમાં તેણે રહેવાનું.
તેણે એક ઝટકે ઊભા થઇ જઇ. બુદ્ધિનાશ, બુદ્ધિભેદ. વગેરે પગથિયાઓની નીચેથી ઊંધા ક્રમમાં, પણ વાસ્તવમાં ઊર્ધ્વયાત્રા શરૂ કરવી રહે છે. જો એ હિમત રાખીને સાત પગથિયા ચઢી સાતમા પર પગ મૂકશે, તો તે પ્રકાશમાં આવી ગયો અને હવે ઊર્ધ્વગતિ કરવાની તક મેળવી શકશે એવી આશા રહે.
બુદ્ધિનાશ થી બુદ્ધિમાન ની સ્થિતિમાં આવ્યા પછી જ તે પ્રકાશનો, જીવનનો, ગતિનો આનંદનો અનુભવ કરવા પામશે. બુદ્ધિ સાથે એણે છેડો ફાડી નાંખ્યો હતો, તે ફરથી બુદ્ધિ સાથે સુલેહ કરી. તેને અપનાવી, પોતે હવે બુદ્ધિમાન છે એમ પોતાના અંતર આગળ પ્રસ્થાપિત ન કરે ત્યાં સુધી બુદ્ધિ દ્વારા મળી શકતા લાભ તે કેવી રીતે પામી શકવાનો ?
પણ જો તેણે તેવો મલ્મ નિર્ધાર કર્યો અને તેને વળગી રહી. બુદ્ધિ નો હાથ પકડી લીધો, તો સમજી લો કે એના બૂરા દિવસો હવે પૂરા થવામાં બહુ વાર નહિ લાગે.
બુદ્ધિ બહારથી નથી આવવાની, તે અંદર જ છે. પણ એને ખેંચીને પકડવાની છે. એવો પ્રયત્ન કરી તે બુદ્ધિના આશ્રયમાં પહોંચે એટલે ગણાય બુદ્ધિમાન હવે તે બુદ્ધિથી તરછોડાયેલો નથી. હવે બુદ્ધિ તેના સાથમાં છે. એ બુદ્ધિ વધુ ને વધુ સ્થિર ને સ્પષ્ટ થતી જશે તેમ તે બુદ્ધિથી યુકત-બુદ્ધિ સાથે ગાઢરૂપે જોડાયેલો છે એમ કહેવાશે. હવે તે જે કંઇ વિચારશે, કરશે