________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
હોય ને બાકીના જીવનની પૂરેપૂરી ગેરહાજરી હોય. તેથી આ જોડકાંઓને રાવણ, કંસ, ચંગીઝખાં, હિટલર, ઇદી અમીન કે ગોડસે સાથે જેટલો સંબંધ, એટ્લો જ રામ, કૃષ્ણ, ગૌતમ બુદ્ધ, મહાવીર, ગાંધી સાથે પણ સંબંધ. એક વર્ગને તેનો ઘણો ઉપયોગ અને બીજા માટે તે નકામાં એવું નથી. વાસ્તવમાં તો આ જોડકાંને સંસારભરના સર્વ માનવો સાથે એક જ સરખો સંબંધ છે અને તેથી સૌએ તેનો પરિચય શક્ય તેટલો કરી લેવો જરૂરી છે.
૩૬૫
સાત્ત્વિક બુદ્ધિ જોડકાંના સંપર્કમાં આવે ત્યારે બંનેને તેમના યોગ્ય રૂપમાંસમજી શકે. આ સંસારમાં નકામું કશું નથી, પણ વિવિધ પરિસ્થિતિના સંદર્ભમાં અમુકૢ વસ્તુ ઉપયોગી કે નિરુપયોગી બનતી રહે છે. તેથી કોઇ એક વસ્તુમાં કોઇ એક ગુણ અનંત કાળ સુધી સ્થિર છે એમ નહિ કહેવાય. આથી જે ક્ષણ આપણે તેના સંપર્કમાં આવીએ તે ક્ષણે તે લાભદાયી છે કે હાનિકર તે જાણવું ખૂબ જરૂરી. એ ન જાણી શકીએ તો જીવનમાં ભારે અવ્યવસ્થા થઇ જાય ને જીવનને હાનિ પહોંચે. હિસા ખરાબ છે અને દાન પ્રશંસાપાત્ર છે તે આપણે સમજીએ છીએ. પણ એવા સંજોગો આવે છે. જ્યારે હિસા મોટામાં મોટું પુણ્યકર્મ બને છે અને દાન અત્યંત નિદાજનક કૃત્ય પણ બને છે. આ ન સમજાય તો આપણે ગોથું ખાઇ જ્યાના અને ઘણી મોટી ભૂલો કરતા રહેવાના. મનુષ્યભક્ષી બનેલા વાઘને દયાભાવથી જીવતો રાખવામાં આવે, તો એ હજી પણ અનેક મનુષ્યો મારી નાખશે. એ સ્થિતિમાં એ વાઘને પકડી ન શકાતો હોય તો તેને મારી નાખવો એ કર્મ અધર્મમાં નહિ ગણાય. ઊલટાનું એ વાઘને દયા દર્શાવી જીવતો રાખવાથી એક પાપકૃત્ય જ કર્યું ગણાશે.
એમ જ એક રાષ્ટ્રદ્રોહી વ્યકિત રાષ્ટ્રને નુકસાન કરવાના હેતુથી ખાનગીમાં ફંડ ઉઘરાવી રહ્યો છે. પણ તે વ્યક્તિ જે કાર્ય કરે છે તે રાષ્ટ્રદ્રોહી કર્મ છે તે મારી સમજણમાં ઊતર્યું નથી. તેથી હું તેને રાષ્ટ્રહિતનું