________________
ગાડીની બુદ્ધિ પાય કરવાની મોત રામસની સ્થિતિમાં આવી આંખના સી એટલે જીવન
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૬૭ દસ વાનગી છે. મારે કઇ ખાવી ને કેટલી ખાવી –એ નિર્ણય કોણ કરી આપશે ? પીરસનારો તો આગ્રહ કરીને આપશે, મારે માટે તે યોગ્ય છે કે અયોગ્ય તે નિર્ણય તો મારે જ કરવો પડશે.
આવો નિશ્ચય, સ્થિર, વિવેકપૂર્વકનો નિશ્ચય એટલે “વ્યવસાય.” જે બુદ્ધિમાં આવો વ્યવસાય' કરવાની સતા હોય તેવી બુદ્ધિ વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહેવાય. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે જીવનની ગાડીની આંખ કે સર્ચલાઇટ. એવી આંખના અભાવમાં અંધાપો જ. આંખની કચાશની સ્થિતિમાં મહાહાનિ જ. આવા અંધાપાવાળો મોત કે મોત સમાન આપત્તિઓમાં સપડાતો રહે. ગાડીના એન્જિનન આગળ અત્યંત તેજ સર્ચલાઇટ હોય છે એ ન હોય તો અંધારામાં ગાડીમાં બેસનારાના જે હાલ થાય એ કરતાંય ભૂંડા હાલ વ્યવસાયાત્મિકા બુદ્ધિની ઊણપ કે ગેરહાજરીમાં માનવીના થાય.
મનુષ્ય શરીરના સર્વ અંગોમાં રાજા સ્થાને છે મગજ. હૃદયનું સ્થાન મહત્વનું, પણ તેની કામગીરી પુરવઠામંત્રીની. નિર્ણયો લેવાની સત્તા તો મગજ પાસે જ. એ મગજની ભીતર જે ઇશ્વરદત્ત મહાન વરદાન સ્વરૂપ ઉત્તમ બુદ્ધિ તે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. મગજ તો માંસનો લોચો છે. પણ ચૈતન્યની સત્તાથી તે કામ કરે છે. એ ચૈતન્યશક્તિની જમણો હાથ કે મંત્રી તે વ્યવસાયાત્મિકા બુદ્ધિ, મગજ વગરના કે મગજ હોવા છતાં બુદ્ધિ વગરના માનવીના જેવા હાલ થાય તેવા જ હાલ, જો બુદ્ધિ યોગ્ય નિર્ણય લેવાની શકિત ન ધરાવતી હોય તો થઇ શકે.
ગીતાએ આ બુદ્ધિ વિશે બહુ લાંબી વાત નથી કરી. તેમ છતાં આટલી કટોકટીની પળે પણ ગીતાએ બુદ્ધિ વિશે કહેવા જેવું મહત્વનું ઘણું કહી દીધું છે તે જોઈ આશ્ચર્ય થાય છે. | ગીતામાં બુદ્ધિ અને તેની સાથે સંબંધિત શબ્દોનો ઉલ્લેખ ૬૦ થી વધુ વખત થયેલો છે. ગીતામાં ઉલ્લેખ પામેલાં બુદ્ધિનાં આ વિવિધ રૂપો કે સ્થિતિઓને આપણે મુખ્ય રૂપે બે વિભાગમાં વહેંચી શકીએ :
હાથ બદિ વગરની શક્તિ ન ધ લાંબી વાત યોગ્ય નિર્ણય બુદ્ધિ વિના બુદ્ધિ વિશે