________________
૩૬૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
કાર્ય સમજી સારી એવી રકમ દાનમાં આપું છું. એ રકમમાંથી તે વિસ્ફોટક પદાર્થો ખરીદી એક ગીચ મેળામાં બોંબ ફોડે છે. જેથી ડઝનબંધીનાં મોત ને સેંકડો ઘાયલ થાય છે. એવું પરિણામ આવી શકયું તેમાં મારા દાનનો હિસ્સો ખરો જ. તે સ્થિતિમાં મારું દાનનું કર્મ એક ઘોર પાપકૃત્ય જ ગણાશે.
બીજીબાજુ ગામ પર તૂટી પડેલા ધાપાડુઓને હું મારી બંદૂકથી મારી નાખી ગામને બચાવી શકું તેમ છું. છતાં હિંસા કરવી એ પાપ છે એમ સમજી હું મારી બંદૂકનો ઉપયોગ ન કરું, જેને પરિણામે ધાડપાડુઓ બેફામ બની. લૂંટ અને હિંસા કરવાની અનુકૂળતા મેળવે છે એમાં મારી દયાનો પણ હિસ્સો છે. તેથી મારું દયાનું કૃત્ય પુણ્ય ન ગણાતાં પાપ જ ગણાશે.
આવો નિર્ણય બુદ્ધિ દ્વારા જ થઇ શકે. જો બુદ્ધિ સૂક્ષ્મ વિચારણા કરવા ટેવાયેલી હોય તો તે સૂક્ષ્મ ભેદ કરી. હિંસામયી અહિસાને પાપમયી અને દયાપ્રેરિત હિસાને પુણ્યકર્મ સમજશે. વાસ્તવમાં તો કોઇ પણ કર્મ પર કાયમી છાપ નથી મારેલી કે તે પુણ્યકર્મ કે પાપકર્મ જ છે. પરિસ્થિતિ તેને આ કે તે વર્ગમાં મૂકશે અને એ કર્મ સાચે જ પુણ્ય છે કે પાપ ને એનો નિર્ણય એકદમ તીક્ષણ અને શુદ્ધ બુદ્ધિ જ કરી શકશે.
એક વ્યકિત સજ્જન છે કે દુર્જન એવી કાયમી છાપ તેના પર મારી નથી હોતી. એક વસ્તુ સારી છે કે ખરાબ એવો કાયમ ફેંસલો નથી હોતો. એક વખતે એક કૃત્ય પુણ્યમાં ગણાયું એટલે બીજે વખતે પણ તેવું કર્મ પુણ્યકર્મ જ ગણાશે તેવો જડબેસલાક નિયમ નથી કરી શકાતો.
તો આ બધી પરિસ્થિતિમાં વ્યકિતને નિર્ણય કરવો પડશે. નિશ્ચય કરવો પડશે. એવો નિર્ણય કરવામાં તેને બુદ્ધિ જ સહાયતા કરી શકે.
જીવન એટલે પ્રત્યેક પળે ને પ્રત્યેક ડગલે કોઇ ને કોઇ નિર્ણય કરતા રહેવો પડે એવી પરિસ્થિતિ. સવારથી સાંજ સુધીમાં આપણે સેંકડો, હજારો નિર્ણયો કરવા પડે છે. તેમાં જ્યાં જ્યાં થાપ ખાઇશું ત્યાં માર પડવાનો. જમવા બેઠો છું. શરીર બે દિવસથી જરા નરમ છે. સામે થાળીમાં