________________
૩૬૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
કયારેય વિચાર નથી આવતો કે મને કેટલું મહાન વરદાન મળ્યું છે. જાણે બુદ્ધિ પણ એક મામૂલી વસ્તુ હોય, લગભગ એવો જ વ્યવહાર આપણે એના પ્રત્યેના અભિગમ ને આદરમાં કરતા રહીએ છીએ. આ બુદ્ધિ વિશે ગીતા અત્યંત સંક્ષેપમાં ને માત્ર મુદ્દા જ સૂચવતા ઉલ્લેખ કરી, બાકીનું આપણા જેવા ‘બુદ્ધિમાન' અને બુદ્ધિવાદીઓ પર છોડી દે છે ! બુદ્ધિને સમજ્વામાં જ આપણી બુદ્ધિનું પાણી મપાઇ જાય તેમ છે, ત્યાં આટલા અત્યંત સંક્ષિપ્ત ઉલ્લેખથી તો કેટલુંક સમજી શકવાના ? તેમ છતાં બુદ્ધિનો થોડોક ઉપયોગ તો કરીએ.
:
બુદ્ધિના ત્રણ ભેદો બતાવી તેમાંના સાત્ત્વિક ભેદ વિશે કહે છે પ્રવૃત્તિ શું. નિવૃત્તિ શું. કાર્યાકાર્ય, ભયાભય.
બંધ શું, મોક્ષ શું જાણો, ગણી ને બુદ્ધિ સાત્ત્વિક.
સાત્ત્વિક બુદ્ધિ જાણે છે. સમજે છે શું ? ભેદ કોની વચ્ચે ? પ્રવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચે-કાર્ય અને અકાર્ય વચ્ચે-ભય અને અભય વચ્ચે તથા બંધને મોક્ષ વચ્ચે અને એમ જ આવાં અનેક જોડકાંના બે ઘટકો વચ્ચે. પ્રવૃત્તિ એટલે શક્તિના પ્રવાહને ક્રિયાની દિશામાં મોકલવો, અને નિવૃત્તિ એટલે એવો પ્રવાહ તે દિશામાં ન મોકલવો અથવા એ દિશામાં પ્રવાહ તો હોય તો પાછો ખેંચી લેવો. એવી જ વાત કર્મ-અકર્મ, ભય-અભય તથા બંધ-મોક્ષ આદિની બાબતમાં.
કાર્ય એટલે કરવાયોગ્ય ક્રિયા, ન કરવાયોગ્ય ક્રિયા તે અકાર્ય. ભયની અનુભૂતિ કરવી અને એવી અનુભૂતિથી મુકત રહેવું તે ભય, અભય. અનેક પ્રકારનાં સ્થૂળ અને સૂક્ષ્મ, મામૂલી ને શક્તિશાળી બંધનોમાં સ્વેચ્છાથી કે લાચારીથી ફસાઇ જ્યું અને એમાંથી પ્રયત્નપૂર્વક મુકત થવું તે બંધ ને મોક્ષ.
આ શબ્દોમાં જોડકાંઓને આધ્યાત્મિક તથા સાંસારિક બંને પ્રકારનાં ક્ષેત્રો સાથે ગાઢ સંબંધ રહે છે. ગીતા અધ્યાત્મની વાત કરે છે. પણ અધ્યાત્મ કંઇ જીવનથી સાવ જુદો એકાંત ખૂણો નથી, જ્યાં કેવળ અધ્યાત્મ