________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૬૩
ચમકારા જોવા મળે છે ખરા, પણ એ તો કેવળ પ્રસાદી સમા કે નમૂના રૂપના. બુદ્ધિનું વિપુલ માત્રામાં વરદાન મેળવનારું તો એક મનુષ્ય પ્રાણી
એને જીવનની આંખ કહો કે સંસારનો પ્રકાશ કહો, પણ એના અભાવમાં જીવનમાં અંધારું ધોર જ રહેવાનું. કંઇક અંધ અને મંદબુદ્ધિ લોકોને આપણે જોઇએ છીએ અને જોતાં અરેરાટી નીકળી જાય છે. આનાથી વધુ લાચાર કોણ ? છતે જીવને મર્યા બરાબરનું એ જીવન.
તો એવી રસેંકડો રથુળ આંખોથી અને સંસારમાં વિવિધ સ્વરૂપોને માત્રામાં દેખાતા પ્રકાશથી સેંકડો, હજારો ગણા પ્રકાશથી પણ અનેકગણું ચઢિયાતું વરદાન તે બુદ્ધિનું.
બુદ્ધિની આપણે પ્રશંસા કે નિદા કરતા રહીએ છીએ તે પણ બુદ્ધિને જ પ્રતાપે ! બુદ્ધિની સહાયતાથી આપણે ઇશ્વરનો ઇન્કાર અને ઇશ્વરનું મૃત્યુ જાહેર કરતા હોઇએ તેમાં પણ મદદ તો બુદ્ધિની જ. ટૂંકમાં કહીએ તો સંસારની કોઇપણ ક્ષેત્રની સર્વોચ્ચ પ્રતિભા સંપન્ન વ્યકિતની બુદ્ધિ કામ કરતી અટકી જાય એટલે તે વ્યકિતની કિમત હાડમાંસના લોચાથી વધુ નહિ રહેવાની. બુદ્ધિની મદદથી આપણે બુદ્ધિને ગાળો દઇ. શકીએ છીએ અનેપાછા બુદ્ધિમાન હોવાનું પ્રમાણપત્ર એવા ગાલિપ્રદાનના યજ્ઞકર્મને કારણે મેળવી હરખાતા પણ રહીએ છીએ !
બુદ્ધિ આપણને કેટલા બુધ્ધ બનાવી રહી છે એ સમજવા જેટલી બુદ્ધિ આપણામાં ન રહે ત્યારે બુદ્ધિ હોય કે ન હોય તેનું કશું મહત્વ રહેતું નથી. આ જ બુદ્ધિને કારણે તો ગૌતમને બુદ્ધ નામ મળ્યું. અને એ બુલે બૌદ્ધ ધર્મ સંસારને આપ્યો. બુધને અને બૌદ્ધધર્મને આપણે કેટલા પ્રમાણમાં સમજી શકીએ છીએ એ વાત બાજુ પર રાખીએ, પણ એક ધર્મ અને એક ધર્મસ્થાનક સાથે બુદ્ધિનો નાતો માત્ર નામનો જ ન રહેતાં ઘણો મહત્વપૂર્ણ છે, એ મુદો જ બુદ્ધિની શ્રેષ્ઠતા સિદ્ધ કરતો રહે છે.
એ બુદ્ધિ મને, તમને અને લગભગ સૌને મળી છે. પણ આપણને