________________
૩૫૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કૂળ મળ્યું તો તેનો મદ કર્યો. કોઇ વખત અધમ કૂન મળ્યું તો અધમ ધંધા આચર્યા. કોઈ વખત ગર્વ તો કોઈ વખત દીનતા, કોઇ વખત હર્ષ તો કોઇ વખત શોક, કોઇ વખત ક્રોધ તો કોઇ વખત લોભ, એમ અનેક વિકારોને વશ થયો. નવાં ચીકણાં કર્મ ઉપાર્જન કર્યા, તેના ઘોર વિપાક દુર્ગતિમાં વારંવાર સહાાં. કોઇ પણ ભવમાં ધર્મબુદ્ધિ જાગી નહિ, વીતરાગને ઓળખ્યા નહિ, નિર્ચન્હોને પીછાન્યા નહિ, દયાને સમજ્યો નહિ, કદાચકને છોડ્યો નહિ, સંસારને અસાર માન્યો નહિ, સંસારથી છૂટવા માટે પ્રયાસ કર્યો નહિ, હિતકારીના હિતકર ઉપદેશોને ગણ્યા નહિ, ભવોભવ વિરાધના કરીને સંસારમાં ભટકયો, પરાધીનપણે દુ:ો સહીને અકામનિર્જરા કરી, શ્રી જિનધર્મની નિકટ પણ આવ્યો, પરન્તુ અનાદિના અસદભ્યાસના યોગે એ ધર્મ રૂસ્યો નહિ. દુનિયાના દુઃખોને સહાં, પણ તપનાં કષ્ટોથી પૂજારી પામ્યો. મરતી વખતે માલમીલ્કત મૂકીને મરી ગયો, પણ હથે કરી દાન દીધાં નહિ. શરીર રોગથી ગ્રસ્ત બન્યું, પણ નિરોગી કાયા શીલસંપન્ન બનાવી નહિ. પુદ્ગલના ભોગ અહોનિશિ ચિન્તવ્યા, પણ શ્રી વીતરાગદેવને એક ક્ષણ વાર ધ્યાયા નહિ. રાત્રિદિવસ પાપવિચારોને કર્યા, પણ પુણ્યવિચારોને ઘડીભર સેવ્યા નહિ. અન્ત પાપથી ભારે થઇ એકેન્દ્રિયાદિક નીચ ભાવોમાં ભમ્યો. મનુષ્યભવ અને દેવભવાદિ કવચિત્ પામ્યો, તે વખતે પાછું અનન્ત ભવભ્રમણ વધારીનેજ મર્યો. આ દયામણી હાલતથી મુકત કરાવનાર શ્રી ક્લેિશ્વરદેવ મળ્યા, તેમની આજ્ઞાએ વર્તતા સદ્ગુરૂઓ મળ્યા, તેમણે કહેલા આગમ પ્રાપ્ત થયાં, પણ તેના ઉપર સદભાવ થયો નહિ. અનન્તી વાર ઉચે આવીને નીચે પટકાણો. ને અનન્સી વાર પાળ્યા અને પોષ્યા, તેમાંના કોઇએ પણ આપત્તિ વખતે હાથ ઝાલ્યો નહિ. અનન્તાનન્ત શરીરોનું મમત્વ કર્યું, પણ પ્રત્યેક ભવે દગો દઇને ચાલતું થયું. અનત્તા સ્વજનોને મારા માન્યા, પણ મરતી વખતે કોઇ મારા થયા નહિ. લક્ષ્મીને મેળવવા માટે અનતું કષ્ટ સહ્યું, પણ તેમાંની ગતી પાઇ પણ સાથે આવી નહિ. સંસારની પ્રત્યેક વસ્તુએ દગો દીધો, તો પણ હું