________________
૩પ૬
ચોદ ગુણસ્થાનક ભાગ-૧ માટે હવે આપણે શ્રી જિમનતની નિરૂપણ કરવાની શૈલિ તરફ આવીએ.
શ્રી જિનમતના એક પણ પદમાં સર્વ પદોનો સંગ્રહ છે. | ‘પછાં નાડુ, સે સવં નાડુ,
ને સવં નાપડુિ, સે યાં નાપા !' એ શ્રી જિનમતનું પ્રધાન સૂત્ર છે. શ્રી જિનમતના એક પણ પદનો વિચાર સર્વ પદોના જ્ઞાનમાં પર્યવસાન પામે છે. એ કારણે સર્વ દુઃખથી મુકત થવા માટે ભાવથી શ્રી જિનવચનના એક પણ પદની પ્રાપ્તિ બસ છે. અહીં ભાવથી કહેવાનો ઉદ્દેશ એ છે કે-એક પણ પદને ભાવથી પામનાર અન્ય સર્વ પદોને પામવાની અભિલાષાવાળો હોય જ છે. એની એ અભિલાષા જ અંતરાયોનો નાશ કરવા માટે સમર્થ છે. એ અભિલાષાનું બીજું નામ રૂચિ છે અને એ રૂચિનું નામ જ અહીં શ્રદ્ધા છે. શ્રદ્ધાયુકત અલ્પ પણ બોધ આ રીતે આત્માનો વિસ્તાર કરનારો થાય છે.
અલ્પમાં અલ્પ ક્ષયોપશમવાળો એક પણ પદનું જ્ઞાન ન કરી શકે એમ માનવું એ વ્યાજબી નથી, બલ્ક એક નહિ કિન્તુ અનેક પદોનો બોધ કરી શકે એમ માનવું એ જ વધારે વ્યાજબી છે. એ દ્રષ્ટિએ શ્રી જિનવચનાનુસાર ભવસ્વરૂપના ચિત્તનથી ભવ પ્રત્યે વિરાગવાન બનેલો આત્મા કેવી કેવી વિચારણા સંક્ષેપથી અગર વિસ્તારથી કરે છે, તેને આપણે ઉપર ઉપરથી પણ જોઇ જઇએ. એવી વિચારણાવાળા આત્મામાં દંભનો લેશ પણ ન હોય, એ કહેવું પડે તેમ નથી.
આ સંસાર દુઃખરૂપ છે, કારણ કે-તે જન્મ, જરા, મરણ, રોગ અને શોકથી ભરેલો છે. દુઃખફળવાળો છે, કારણ કે-જન્માદિકનું પરિણામ પણ દુઃખરૂપ છે. દુઃખની પરમ્પરાવાળો છે, કારણ કે-એક જ જન્મમાં અનેક જન્મોની પરમ્પરા કરાવે તેટલા કર્મોનો સંચય થાય છે.
આ સંસારની ચારે ગતિમાંથી એક પણ ગતિમાં સુખ નથી. દેવોને પ્રપાત, મત્સર, પરાધીનતાનું દુઃખ છે, મનુષ્યોને નિર્ધનતા, રોગ, શોક આદિનું દુઃખ છે, તિર્યંચોને ભૂખ, તૃષા અને પરાધીનતાનું દુઃખ છે તથા
મીન પરમ્પરા કતિમાંથી એક પર નિર્ધનતા રોગથી