________________
૩૫૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પ્રણેતાઓ સર્વજ્ઞ છે અને તેને અંગીકાર કરનાર મહાપુરૂષો મુમુક્ષુ અને ઉત્તમ પ્રકારના મુનિનો છે. આ રીતે શ્રી નિમત અને ઇતર મતોમાં તેના અનુયાયીઓની અપેક્ષાએ પણ મોટો ભેદ છે, એજ વાતને પૂ. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ નીચેના શબ્દોમાં ફરમાવે છે કે
"हितोपदेशात्सकलज्ञक्कप्ते:,
मुमुक्षुसत्साधुपरिग्रहाच्च ।
पूर्वापरेडर्थेडप्यविरोधसिद्धे
સવ્વાનુંમા C સતાં પ્રમાણમ્ ||9||"
હિતનો ઉપદેશ કરનાર હોવાથી, સર્વજ્ઞ પ્રકાશિત હોવાથી, મુમુક્ષુ અને ઉત્તમ સાધુનોથી સ્વીકારાયેલ હોવાથી તથા પૂર્વાપર વિરોધનો લેશ પણ નહિ હોવાથી, હે નાથ ! તારા આગમો એ જ સજ્જ્ઞોને પ્રમાણ છે. ગચ્છની પ્રામાણિકતાનો આધાર મુખ્યત્વે તેના નાયકો અને અનુયાયીઓ ઉપર આધાર રાખે છે. જે ગચ્છના નાયકો યાનિીમહત્તરાસૂનુ હરિભદ્રસૂરીશ્વરજી જેવા સૂરિપુંગવો છે, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી જેવા મુનિપતિઓ છે અને જ્ઞાનક્રિયાના અખંડ પ્રતિપાલક, તપાબિરૂદ્ધારક હીરલા જગચંદ્રસૂરિ અને તેમના ઉત્તમોત્તમ શિષ્યવય્ય છે, તે ગચ્છને પણ અપ્રામાણિક કે તે ગચ્છની ક્રિયાઓને પણ આગ્રહથી ઉપજાવી કાઢેલી મનાવવી, એના જેવું સત્યનું ખૂન બીજું એક પણ નથી. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી આદિ મહાનેતાઓ પણ પ૨મ શાસનપ્રભાવક ચરમ દશપૂર્વધર ભગવાન શ્રી વજ્રસ્વામિજી આદિ મહાપુરૂષોએ સ્વીકારેલ સામાચારીને અંગીકાર કરનારા છે, માટે તેઓ પરમ પ્રામાણિક છે અને તેઓના જ માર્ગને અનુસરનારા અન્ય સર્વ મહાપુરૂષો તેટલા જ પ્રામાણિક છે. તેઓની આજ્ઞામાં રહેવું, તેઓના માર્ગે ચાલવું, તેઓનાં વચનો વિચારવાં, આચરવા અને પ્રચારવા, એજ એક આ અપાર ભવસાગરમાંથી તરવાનો અનુપમ માર્ગ છે. એ માર્ગની વિરૂદ્ધ અજાણતાં