________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩પપ પણ બોલવું એ મહાપાપ છે, એટલું જ નહિ પણ એવું વચન આત્માને દુર્લભબોધિ અને સન્માર્ગનો વિરોધી બનાવનાર છે.
સરલ આત્માઓ માટે શ્રી જિનમતની પ્રામાણિકતા સમજવા અને વર્તમાનમાં પણ પ્રામાણિક મહાપુરૂષોની પરમ્પરા દ્વારા શ્રી જિનમતની પ્રાપ્તિ શકય છે, એ વસ્તુને સ્થિર કરવા માટે એટલું વિવેચન બસ છે, તો પણ પ્રત્યેક પાક્ષિકાદિ પ્રતિક્રમણમાં ગવાતી શ્રી જિનમતની એક સુંદર સ્તુતિ ગાવાનું અહીં મન થઇ આવે છે. “अर्हद्वक्त्रप्रसूतं, गणधररचितं, दादशाशं विशालं, चित्रं, बहर्थयुक्तं, मुनिगणवृषभैर्धारितं बुद्धिमन्दिः ।
मोक्षाग्रलारभूतं, व्रतचरणफलं, ज्ञेयभावप्रदीपं, भक्त्या नित्यं प्रपद्ये, श्रुतमहमखिलं, सर्वलोकैकसारम् ।।"
આ સ્તુતિમાં શ્રી જિનમતને અનેક વિશેષણો દ્વારાએ સ્તવેલ છે. શ્રી અરિહંત પરમાત્માઓના મુખકમળમાંથી નીકળેલ, શ્રી ગણધરદેવોની બીજબુદ્ધિથી રચાયેલ અને બુદ્ધિનધાન મુનિમાર્ગ વહન કરવામાં વૃષભ સમાન મુનિનાયકો વડે ધારણ કરાયેલ, એ ત્રણ વિશેષણો ખાસ ધ્યાન ખેંચે છે. એવા શ્રી નિમત પ્રત્યે પણ જો શ્રદ્વા ન પ્રગટે, તો દુષમકાળનો પ્રભાવ સમજવો અથવા તો જીવોની ગુરૂકમિતાનો પ્રભાવ સમજ્યો. શ્રી જિનમતની ઉપેક્ષા પણ જો આત્માને અનન્ત સંસાર રખડાવનારી છે, તો તેનાથી વિરૂદ્ધ ભાવ ધારણ કરવો એ માટે તો કહેવું જ શું? શ્રી જિનમતની પ્રાપ્તિ સિવાય મુકિતના ઇરાદે પણ હજારો વર્ષ તપ તપવા છતાં અને સેંકડો યુગ સુધી યોગની પ્રક્રિયાઓ સાધવા છતાં મુક્તિને પામી શકાતું નથી. તપ અને યોગ પણ તેઓને જ ફળે છે, કે જેઓને સમ્યક્ પ્રકારે શ્રી જિનમતની પ્રાપ્તિ થાય છે. એનું મુખ્ય કારણ શ્રી જિનમતની યથાર્થ ભાષિતા છે.
યથાર્થભાષી શ્રી નિમતના એક પણ પદની ભાવથી પ્રાપ્તિ કરનાર આત્માનો ત્યાગ અને વૈરાગ્ય નિર્દભ બની જાય છે, એ વસ્તુ સમજવા