________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩પ૯
તેને મારી માનતા ભૂલ્યો નહિ. શ્રી જિનાગમ રૂપી દીપક મળ્યા છતાં હૈયામાં તે ધર્યો નહિ અને અનન્ત કાળ સુધી અન્ધકારમાં આથડ્યો. હવે મારા આત્મામાં શ્રી ક્તિાગમ રૂપી દીપકના પ્રભાવે કિચતું પ્રકાશ થયો. એ પ્રકાશના બળે તારકને ઓળખ્યા, તારકના માર્ગને પીછાન્યો અને અનાદિની અવિદ્યા સમજાણી. એ અવિદ્યાના પાશમાંથી મુકત થવા માટે નિશ્ચય કર્યો. સરૂની સહાય લીધી, સંયમરૂપી નાવ ઉપર આરૂઢ થયો, પણ એ નાવમાં અનેક આશ્રવ રૂપી છિદ્રો પાડવા. ફેર ભયંકર સંસારસાગરના તળીયે ગયો. એમ અનેક વાર ઉચે આવ્યો અને નીચે ડૂળ્યો. સામાન્ય બાશ્રવને રોકયા તો મહા આશ્રવ મિથ્યાત્વને સ્વીકાર્યું. મિત્યાત્વના યોગે ફેર ભટકયો. જ્ઞાન અને ચારિત્ર ઉભય પામ્યો, તો તપ તપવામાં કાયર બન્યો. નવીન આશ્રવ ન થયો, તો પણ અસંખ્ય પ્રદેશે. વળગેલી અનન્તી કર્મની વણાઓ દુઃખ દેવા તત્પર બની. તેને તપાવવા માટે હાથમાં આવેલો તપનો રામબાણ ઇલાજ ન લીધો. આ સ્થિતિ કેટલો વખત લંબાશે તેના વિચારથી પણ હું ત્રાસી જાઉં છું. હવે તો ગમે તેમ થાઓ, કિન્તુ કોઇ પણ ભવમાં શ્રી જિનેશ્વરદેવ, તારક સરૂ અને તેમણે સમજાવેલો ધર્મ ન ભૂલાઓ. તે ધર્મથી સહિત દાસપણું ભલે હો, પરતુ શ્રી વીતરાગ ભાષિત ધર્મશૂન્ય ચક્રવર્તાિપણાની પણ હવે મને ઇચ્છા નથી. આ દગાખોર દુનિયાનો વિશ્વાસ મેં બહુ કાળ સુધી કર્યો. હવે એના વિશ્વાસે એક ક્ષણ પણ હું ચાલવા ઇચ્છતો નથી. શ્રી વીતરાગદેવ અને શ્રી નિગ્રંથ ગુરૂઓની આજ્ઞા વિના એક ડગ પણ ભરવા હું માંગતો નથી. ભવોભવ મને એ તારકોનું શરણ હોજો. એ તારકોના માર્ગનો વિયોગ મને કોઇ પણ ભવમાં નહિ પડજો. આટલી જ મારી છેવટની પ્રાર્થના છે. એ પ્રાર્થના અચિત્ય શકિતસંપન્ન શ્રી વીતરાગદેવ અને શ્રી નિર્ચન્થ ગુરૂઓના પસાયે પાર પડજો, પાર પડજો, પાર પડજો.
આ જાતિની ચિત્તવના શ્રદ્ધાસંપન્ન આત્મામાં સતતુ જાગે છે. એ ચિન્તા એનાં અશુભ કર્મોને બાળી નાખે છે. સુદેવ, સુગુરૂ અને સુધર્મના