________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩પ૭ નારકીઓને શીત, ઉષ્ણ, અંધકાર, અશુચિ આદિના ભયાનક દુઃખો છે.
મનુષ્યના એક જ ભવમાં ગર્ભવાસનાં દુઃખ છે, જન્મતી વખતનાં, બાલ્યાવસ્થાનાં અને વૃદ્ધાવસ્થાનાં ભયંકર કષ્ટો છે : અને સુખ માત્ર મધુબિન્દુ સમાન છે.
એકેન્દ્રિયાદિની કાયસ્થિતિ અનંતી અને અસંખ્યાતી ઉત્સર્પિણીઅવસર્પિણી પર્યંતની છે. અસંખ્યાત વર્ષનો એક પલ્યોપમ છે. દશ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ છે. દશ કોડાકોડી સાગરોપમની એક ઉત્સપિરી છે અને દશ કોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી છે. વીસ કોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર છે. એવા અનન્ત કાચક્રોનું એક પુદ્ગલપરાવર્ત છે. એવા અનન્ત પુદ્ગલપરાવર્ત આ જીવે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં ગાળ્યા. અનન્તા પુદ્ગલપરાવર્તે વ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદોમાં પસાર કર્યા. બાદર નિગોદમાં પણ અનન્તોકાણ ગુમાવ્યો. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, આદિ યોનિઓમાં અસંખ્ય કાળ વિતાવ્યો. વિકલૈંદ્રિયોમાં અસંખ્ય કાળ પૂરો કર્યો. અસંજ્ઞી પંચેદ્રિયપણામાં અસંખ્ય કાળ પસાર કર્યો. સંજ્ઞી પંચેદ્રિયપણે પણ સર્વ ગતિઓમાં અનન્તકાળ સુધી ફરી ચૂક્યો. પ્રત્યેક ભવમાં નાના પ્રકારના દુઃખ અનુભવ્યા. કવચિત્ શુભ કર્મના યોગે સુખ અનુભવ્યા, તો તે અધિક દુ:ખને માટે જ થયા. દેવલોકના વિમાનના સુખ અનુભવ્યા, કિન્તુ અત્તે પૃથ્વીકાય થયો. મનુષ્યોની રાજઋદ્ધિ ભોગવી, તો પરિણામે સાગરોપમોનાં નારકીનાં દુઃખોને સહ્યા. પ્રત્યેક ગતિમાં શરીર મળ્યું તો હિસા કરી, વાણી મળી તો જૂઠું બોલ્યો, મન મળ્યું તો દુર્વાન કર્યું, સામગ્રી અધિક મળી તો અધિક પાપ બાંધ્યું. અને સામગ્રી થોડી મળી તો દીન બન્યો. કોઇ વખત રાજા થયો તો કોઇ વખત રંક થયો. કોઇ વખત બુદ્ધિમાન બન્યો તો કોઇ વખત નિબુદ્ધિમાનનો આગેવાન બન્યો. કોઇ વખત રૂપવાન થયો તો કોઈ વખત કદુરૂપો થયો. કોઇ વખત ઉત્તમ જાતિમાં જન્મ્યો તો કોઇ વખત અધમ જાતિમાં જન્મ્યો. કોઈ વખત સારું