________________
ઉપર
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પરીક્ષામાં અમારે કયાં ઉતરવું, અને ઉતરીએ તો પણ અમારા જવાનો તે ચર્ચામાં પત્તો કયાં લાગે ? એ જાતિની એક વિચારણા પણ સમાજમાં પ્રચલિત છે. એ વિચારણા ઉભી કરનારા પણ લગભગ ઉપરના મતને મળતા જ છે. ચોરને પણ બે હાથ, બે પગ અને એક માથું છે : શાહુકારને પણ તેમ જ છે. કપડાં પણ બંનેના સરખા છે, રીતભાત પણ બંનેની સરખી જ છે, છતાં આજ સુધી કોઇએ એવો પ્રશ્ન કર્યો નથી કે-ચોર અને શાહુકારને ઓળખવાની ખટપટમાં અમને કયાં ઉતારો છો ? એનું કારણ એક જ છે કે-એ પરીક્ષા ગમે તેટલી દુષ્કર હોય તો પણ જો કરવામાં ન આવે તો નુકશાન પ્રત્યક્ષ છે ; એને ઓળખ્યા વિના ઘર કે વ્યવહાર ચાલી શકે એમ નથી : તેથી તેની પરીક્ષા થાય તેટલી લોકો કરે છે અને છતાં પણ સપડાય તો કપાળે હાથ દે છે. એ જ જાય અહીં અખત્યાર કરવાનો છે : છતાં નથી થતો એનું મુખ્ય કારણ ધર્મ પ્રત્યેની બેદરકારી છે. અપ્રામાણિક ગચ્છને સ્વાકારી લેવાથી થનારા નુકશાનનો ખ્યાલ અને ભય રખાય છે, તેમ કોઇ પણ ગચ્છને નહિ સ્વીકારવાથી થતા નુકશાનનો પણ ભય અને ખ્યાલ લાવવાની જરૂર છે. ધર્મ પ્રત્યે પ્રમાદી અને બેદરકાર બનેલ આત્માઓનું અનુકરણ કરીને, ધર્મના અર્થેિ આત્માઓએ પણ ગીતાર્થ ગુરૂઓના ગચ્છોને નહિ શોધવા અને અગીતાર્થ મુનિઓના પલ્લે પડવું અગર સર્વથા મુનિસમુદાયથી વંચિત થવું, એ શું ન્યાયસંગત છે ? ગીતાર્થની શોધ કરવા છતાં પણ ભાગ્યયોગે અગીતાર્થની પ્રાપ્તિ થઇ જાય, તો તેથી ભય પામવાનું કોઇ પ્રયોજન નથી. તેવા વખતે અગીતાર્થનો ત્યાગ કરવાનું અને અન્ય ગચ્છના ગીતાર્થનું શરણ શોધવાનું પણ શાસ્ત્રીય ફરમાન છે : અને એ રીતે પોતાની નિર્મળ બુદ્ધિથી જ્ઞાની અને ગીતાર્થ ગુરૂઓની શોધ કરી સુવિહિત મુનિવરોના સમુદાય રૂપી સુગચ્છોની શિતળ છાંયાએ રહેવું, એ પ્રત્યેક હિતાર્થી આત્માની પહેલામાં પહેલી ફરજ છે. એમ કરવાથી પોતે સ્વીકારેલા ગચ્છની પ્રશંસા થાય છે અને અન્ય ગચ્છની નિન્દા થાય છે, એમ માની લેવું એ મોટામાં મોટી ભૂલ છે ? અને એમ