________________
૩૫૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અવિચળ શ્રદ્વાળુ બનેલા આત્માને દેવગતિનાં સુખ દૂર નથી, કિન્તુ મુક્તિનાં સુખ પણ તેની હથેલીમાં રમે છે. એ શ્રદ્ધા આ કાળમાં પણ શક્ય છે. સુયોગ્ય પ્રયત્નો દ્વારાએ તેની પ્રાપ્તિ, પ્રાપ્ત થયેલનું સંરક્ષણ, રક્ષણ કરેલનું સંવર્ધન આદિ આ કાળમાં પણ સુયોગ્ય આત્માઓ કરી રહ્યા છે, બીજાઓને કરાવી રહ્યા છે અને અનેકોને માર્ગની સન્મુખ બનાવી રહ્યા છે. ઘણાઓ એથી વિપરીત કારવાઇ પણ કરી રહ્યા છે, પરન્તુ તેવી વિપરીત કારવાઇ કરનાર આત્માઓ સ્વપરના આત્માના સંહારનું અધમાધમ કૃત્ય આચરી રહ્યા છે, એ કહેવાની જરૂર નથી.
શ્રી જિનવચન એજ એક અખંડિત સત્ય હોવા છતાં ગુરૂકર્મી યા દુરાગ્રહી આત્માઓને તેમાં સંદેહ પણ થઇ શકે છે તથા વિપર્યાસ પણ થઇ શકે છે. એ જ રીતે શ્રી નિના વિરહકાળમાં પણ અવિસંવાદી વચનથી અને તેને અંગીકાર મહાપુરૂષોની સેવાથી તેના પ્રત્યે અવિચલિત શ્રદ્ધા પણ ધારણ કરી શકાય છે. એ બે વાત સિદ્ધ થયા પછી પણ એક વાત રહી જાય છે કે-આજે એક જ નિમતને માનનારાઓમાં અનેક ફાંટા છે, તો કર્યો ફાંટો શ્રી જિનમતનો સાચો અનુયાયી છે એનો નિર્ણય શી રીતે કરવો ? આ પ્રશ્ન ઉપલક દ્રષ્ટિએ બહુ મુંઝવે તેવો છે અને વર્તમાન માનામાં તો એ જ એક વસ્તુને આગળ કરી સત્યના અસ્થિ પણ અર્નક આત્માઓ માર્ગથી પરિભ્રષ્ટ થતા જોવાય છે, તો તેનું પણ સમાધાન કરી લેવું આવશ્યક છે.
ઉપલક દ્રષ્ટિએ ઉપરનો પ્રશ્ન જેટલી મુંઝવણ ઉત્પન્ન કરનારો છે, તેટલો જ સ્થિર ચિત્તે સત્યની જ એક અથિતાએ તેનો વિચાર કરવામાં આવે તો ઉકેલવો ઘણો જ સહેલો છે. આવા પ્રશ્નોની વિચારણા વખતે સત્યને એક જરા પણ અન્યાય ન થઇ જાય તેની પૂરેપૂરી સંભાળ રાખવી ઘટે. પરન્તુ આજે તેનો વિચાર બહુ ઓછો કરવામાં આવે છે- ‘ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં' -એ શ્રીમાન્ આનન્દધનજી મહારાના સ્તવનની એક જ કડી ગાઇને સત્યની સામે પ્રહાર કરતાં સામાન્ય બુદ્ધિવાળા આત્માને