________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૪૯ જિનેશ્વરદેવના સુઘટિત ઘટનાઓથી ઘટિત કર્મનાશના અમોધ ઉપાયોથી ભરપૂર શ્રી જિનેશ્વરદેવના ચરિત્ર ઉપર શ્રદ્ધા ધારણ ન કરે, ત્યારે તે મહામોહના ઉદયથી મૂચ્છિત થયેલો છે, એમ માન્યા સિવાય બીજો કોઇ ઉપાય જ નથી. રાગાદિ આંતર રિપુઓનાં સવિસ્તર વર્ણન, તેને જીતવાના ઉપાયો, તેને જીતેલા કે જીતવાનો પ્રયત્ન કરનારાઓને જ પૂજવામાં વિધાનો, એ વિગેરે ઉઘાડી આંખે દેખવા છતાં શ્રી જિનમત પ્રત્યે શ્રદ્ધાના અંકુરા પ્રગટ ન થાય, તો તેવા હૃદય ચૈતન્યહીન પાષાણનાં ઘડેલાં છે, એમ માનવું શું ખોટું છે ? થોડી પણ સમવાળો ચૈતન્યવાન આત્મા તો જે કોઇ જગ્યાએ આ જાતિના સર્વથા અવિરૂદ્ધ અને અવિસંવાદી વચનો પ્રાપ્ત થતાં હોય, તે મતની પ્રાપ્તિથી પોતાના આત્માને ધન્ય માન્યા સિવાય રહે નહિ અને જગતનો કોઇ પણ આત્મા એ સિવાયના મતોને ત્યજી દઇ શ્રી જિનમતને અંગીકાર કરનારો બને, એ રીતના નીતિસંપન્ન પ્રયત્નો પોતાના સર્વસ્વના ભોગે (સર્વ શકિતનો સદ્વ્યય કરીને) કર્યા સિવાય રહે નહિ.
શ્રી જિનમતના પ્રણેતા સર્વજ્ઞ અને વીતરાગ છે, એ પ્રતીતિ થઇ ગયા પછી એમની આજ્ઞાનું પાલન, એ જ એક હિતનો પરમ ઉપાય છે એવી સન્મતિ અંતરમાં પ્રગટ્યા સિવાય રહી શકતી નથી. એ સન્મતિનું નામ જ સુશ્રદ્ધા છે. એ સુશ્રદ્ધા જે આત્માઓને પ્રાપ્ત થઇ ગઇ તે આત્મા ભલે પછી અલ્પ જ્ઞાની હો કે અતિશય જ્ઞાની હો, તેનું કલ્યાણ હાથવેંતમાં છે. તે અલ્પ જ્ઞાની હશે તો અતિશય જ્ઞાની બનવા પ્રયત્ન કરશે અને તે એક ભવમાં શકય નહિ હોયતો તેના પ્રત્યે સંપૂર્ણ આદર ધરાવનારો બનશે. તે અતિશય જ્ઞાની હશે તો અલ્પ જ્ઞાનીને અતિશય જ્ઞાની બનાવવા પ્રયત્ન કરશે અને પોતે સંપૂર્ણ જ્ઞાનીના શરણે રહેશે. કોઇ પણ સ્થિતિમાં શ્રી વીતરાગ માર્ગ પ્રત્યે સુદ્રઢ શ્રદ્વા એ ચિન્તામણીથી પણ ચઢીયાતી છે. કામધેનુ, કામકુમ કે કલ્પતરૂ તે ફળને આપવા સમર્થ નથી, કે જે ફળ શ્રી જિનમત પ્રત્યેની નિશ્ચળ શ્રદ્વા આપવા સમર્થ છે. શ્રી જિનમત પ્રત્યે