________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
३४७ જિનપૂજા માટે થતી હિસાથી મરનારની સદ્ગતિ થાય છે તે છે : અને એજ કારણે ત્રસ અને સ્થાવર ઉભય પ્રકારના જીવોની હિંસાથી વિરામ પામેલા આત્માઓ માટે શ્રી જિનપૂજા માટે થતી સ્થાવરોની હિસા પણ નહિ કરવાનું વિધાન શ્રી જૈનશાસનમાં છે. ત્રસ અને સ્થાવરની હિસાથી વિરામ નહિ પામેલા આત્માઓને પણ સ્થાવરોની થતી અનિવાર્ય હિંસાનો જ માત્ર અનિષેધ કરે છે અને મંદિરાદિ ચણાવતી વખતે થઇ જતી ત્રસજીવોની હિંસા માટે પણ સંપૂર્ણ યતના રાખવાનું વિધાન કરે છે. શ્રી જનશાસને દર્શાવેલા કોઇ પણ અપવાદો અહિંસાદિ ઉત્સર્ગ માર્ગોની રક્ષા માટે જ દર્શાવેલા હોય છે, તેથી તેના કથનમાં કોઇ પણ જાતનો પૂર્વાપર વિરોધ આવી શકતો નથી. પૂર્વાપર વિરોધનું મૂળ અસર્વજ્ઞતા છે અને અસર્વજ્ઞતાનું મૂળ રાગદ્વેષ-સહિતતા છે. શ્રી જિનેશ્વરદેવમાં ઉભયનો અભાવ છે અને તે અત્યારે પણ શ્રી જિનમતનાં શાસ્ત્રો દ્વારાએ સિધ્ધ થઇ શકે એમ છે.
એકેંદ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્વતના પ્રાણીઓનું નિશ્ચિત વર્ણન, એ તેના કથનકારની સર્વજ્ઞતાની સાબીતી માટે પર્યાપ્ત છે. એકેંદ્રિયમાં પણ નિગોદનું સ્વરૂપ તથા પૃથ્વીકાયાદિમાં રહેલ અસંખ્યાત જીવોનું વર્ણન કોઇ પણ અસર્વજ્ઞના શાસનમાં શોધ્યું જડે તેમ નથી. વિકલૈંદ્રિયોની બે-ત્રણ-ચાર આદિ ઇન્દ્રિયોના પ્રત્યક્ષ પ્રમાણથી અવિરૂકપણે મળતાં વર્ણનો તથા પંચેદ્રિયોમાં પણ સંજ્ઞી (મનવાળા) તથા અસંજ્ઞી (મન વિનાના) પ્રાણીઓનાં વર્ણનો, જળચર, સ્થળચર અને ખેચરોના અવિરૂદ્ધ વર્ણનો તથા દેવ અને નરકગતિનાં વિસ્તૃત વર્ણનો જ્યાં મળે છે, તે મત સર્વજ્ઞ સિવાય બીજાનો પ્રકાશિત છે, એમ કોઇ પણ રીતે પૂરવાર થઇ શકે તેમ નથી. અસર્વજ્ઞ પ્રરૂપિત મતોમાં તેનો સહસ્ત્રાંશ મળવો પણ, અશકય છે. જીવ છે એમ બધા કહે છે, પણ તે કેટલા અને કયાં કયાં રહેલાં છે, તેનું સવિસ્તર વર્ણન સિવાય સર્વજ્ઞશાસન અન્યત્ર કયાં છે ? કર્મ છે એમ બધા જ કહે છે, પણ તે કર્મ કેવાં છે, કયાં રહેલાં છે, કેવી