________________
૩૪૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વર્તમાનમાં પણ અહિસા એ જ સર્વ ઉન્નતિનું મૂળ છે, એમ કહ્યા પછી પણ મનુષ્યો માટે થતી ઘોર પ્રાણીહિસા એ અધર્મ નથી, એમ કહેનાસ અસંવાદી નથી. મરતા મનુષ્યની સારવાર કરવાથી મહાન ધર્મ થાય છે, એમ કહેનાર પણ મરતા પશને બચાવવા પ્રયત્ન કરવાથી અધર્મ થાય છે એમ કહે, ત્યારે તે અવિસંવાદી નથી. કુતરાને રોટલો ન નાખવો એ પાપ છે અને નાંખવો એ એથી પણ ઘોર પાપ છે, એવું સમજાવનારા અવિસંવાદી સિદ્ધ થઈ શકે એમ નથી. ‘હિંસા પરમો ઘર્મ : I' -એ જાતિના ચાંદ લગાડનારા પણ કુતરા અને ઉંદરડાઓના નાશ કરવા માટે ઠરાવો ઘડનારી, ચારો મંજુર કરનારી તથા કત્તલખાનાઓ ચલાવનારી મ્યુનિસીપાલીટીઓના પ્રમુખ અને મેમ્બરો બનવામાં સમાજસેવા અને પ્રાણદયાનું મહાન કાર્ય કરવાનું અભિમાન લેતાં કે દર્શાવતાં શરમાતા ન હોય, તો તેઓ શું અવિસંવાદિ છે ? અહિસાની ખાતર શસ્ત્રસજ્જ સરકાર સામે નિ:શસ પ્રજાના પ્રાણ સુકાં હોમી દેવાની હિમાયત કરનારા શુદ્ધ દેવગુરૂની આજ્ઞાના પાલન ખાતર કોઇને પણ નારાજ કરવામાં હિંસા જૂએ છે. અહિસા વિના કોઇનો પણ ઉધાર નથી, એમ ઉચ્ચાર્યા પછી સ્વાર્થ અને સ્વાદ માટે મસ્યાદિ પંચેન્દ્રિય પ્રાણીઓની હત્યા કરનારાઓ પણ અહિંસક રહી શકે છે, એમ બોલતા સંભળાય છે. સંપૂર્ણ સંયમ એ ધર્મ છે, એમ કહ્યા પછી પ્રજોત્પત્તિ માટે સેવવામાં આવતું મિથુન એ અધર્મ નથી એમ પ્રતિપાદન કરનાર, પૂર્વાપર અવિરૂદ્ધ બોલનાર છે એ કોઇ પણ રીતે સાબીત થઇ શકે એમ નથી. એ રીતે પૂર્વાપર વિરૂદ્ધ વાકયોનો વિચાર કરવા જતાં શ્રી નિમતને છોડી સર્વત્ર તેના ઢગના ઢગ ખડકાયેલા પડ્યા છે. શ્રી નિમતમાં એક પણ વચન તેવું નીકળી શકે એમ નથી કે પોતાના જ કથનથી તે હણાતું હોય.
અહિસાનું વિધાન કરનાર શ્રી જિનમત, શ્રી જિનપૂજા નિમિત્તે થતી પૃથ્વીકાયાદિની હિંસાને હિંસા તરીકેનું ફળ આપનાર તરીકે માનવાની ના પાડે છે, તેનું કારણ તે પૂજા અહિસાની જ વૃદ્ધિ કરનાર છે તે છે, નહિ કે શ્રી