________________
ચોદ ગુણસ્થાનક ભાગ-૧
૩૪૫ શકે નહિ.
અવિસંવાદી ઉપદેશ એ શ્રી જિનની હયાતિ યા બીનહયાતિમાં શ્રી જિનને ઓળખવાનું અસાધારણ લિંગ છે. એ નક્કી થયા પછી જેનો ઉપદેશ અવિસંવાદિ સિદ્ધ થાય, તેને જ શ્રી જિન તરીકે સ્વીકારવા અને બીજાઓને શ્રી જિન તરીકે નહિ સ્વીકારવા માટે કોઇ પણ સજ્જનને વાંધો હોઇ શકે નહિ. અવિસંવાદિ ઉપદેશને ઓળખવાનું કામ કહેવાતા પુસ્તકીયા પંડિતો કહે છે તેટલું મુશ્કેલ નથી. સામાન્યમાં સામાન્ય બુદ્ધિવાળો માણસ પણ શ્રી જિનના ઉપદેશમાં રહેલી સંવાદિતા અને અનિોના ઉપદેશમાં રહેલી વિસંવાદિતાને સહજમાં કળી શકે તેમ છે. શરત માત્ર આગહરાહતપણાની છે. જ્યાં બુદ્ધિ હોય ત્યાં યુક્તિને નહિ ખેંચી જતાં, જ્યાં યુકિત હોય ત્યાં બુદ્ધિને દોરી જવી, એ આચારહિતપણાની નિશાની
શ્રી જિનનો ઉપદેશ અવિસંવાદી છે એ ઓળખવા માટે બુદ્ધિમાનો માટે અનેક માર્ગો છે, તો પણ સામાન્ય બુદ્ધિવાળાઓ માટે તે બધા માર્ગોમાંથી સરળમાં સરળ અને સૌથી સમજી શકાય એવા ત્રણ માર્ગો આપણે અહીં દર્શાવવા છે. એ ત્રણમાં પણ મુખ્ય છે- “પૂર્વાપર અવિરૂદ્ધ વચન.” શ્રી જિનમત સિવાય સર્વનાં કથનો પૂર્વાપર વિરોધયુકત છે અર્થાત્ પૂર્વભાગનાં વચનથી ઉત્તરભાગનાં વચન બાધિત થાય છે અને ઉત્તરભાગનાં વચનથી પૂર્વભાગનાં વચન બાધિત થાય છે. અહિંસામાં ધર્મ કહ્યા પછી યજ્ઞાદિક માટે કરાતી હિસામાં દોષ નથી. અસત્ય અને ચોરી એ પાપ છે, એમ કહ્યા પછી બ્રાહ્મણ માટે બોલાતું અસત્ય કે કરાતી ચોરી એ પાપ નથી. મૈથુન એ પાપયુકત ક્રિયા છે, એમ સિદ્ધ કર્યા પછી કન્યાદાનાદિ પણ પરમ ધર્મ છે. પરિચહ એ પાપનું મૂળ છે, તો પણ ધર્માર્થે કંચનાદિનો પરિચહ ધારણ કરવો એ પાપ નથી. એ વિગેરે વાકયોને પ્રતિપાદન કરનારાં શાસ્ત્રો એ સર્વજ્ઞોનાં કહેલાં નથી એ સિદ્ધ થાય છે.