________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૪૩ પણ રીતિએ સંભવિત નથી. એનો અર્થ એ નથી કે-અલ્પજ્ઞ એ શ્રી સર્વજ્ઞવચન પ્રત્યે શ્રદ્ધાળુ બની શકતો જ નથી. અલ્પજ્ઞ આત્મા પણ શ્રી સર્વજ્ઞવચન પ્રત્યે સંદેહ રહિત કાળુ બની શકે છે, જો તેને પોતાના અલ્પજ્ઞાનનું ખોટું ઘમંડ ન હોય તો. અજ્ઞાનતા એ બૂરી ચીજ છે, પણ, એ અજ્ઞાનતા ઉપરનો આગ્રહ એ તેથી પણ ભયંકર બૂરી ચીજ છે. શ્રી સર્વજ્ઞવચન પ્રત્યે શ્રદ્ધાળુ બનવા માટે માત્ર એ આગ્રહને જ મળવા જેવો છે. એ આગ્રહ ટળ્યા પછી અજ્ઞાનતા આપોઆપ ટળી જનારી છે અને એ આગ્રહને મક્કમપણે પકડી રાખનારાઓની અજ્ઞાનતા કોટિ ઉપાયે ટળે તેમ નથી.
અલ્પજ્ઞ આત્મા પોતાના અલ્પજ્ઞાનનો જ્યારે આગ્રહી બને છે, ત્યારે સાક્ષાત્ ભગવાન પણ તેના સંશય વળવા માટે અસમર્થ બને છે. સરળ હૃદયના માર્ગાનુસારી આત્માઓ આ વાત સારી રીતે સમજી શકે તેમ છે. એવાઓમાંના એકે કહ્યું છે કે
“જ્ઞ: સુરસ્વમારાથ્ય: સુપ્રત૨મારાથ્યો વિશેષજ્ઞ: I જ્ઞાનવર્ધઘા, બ્રહ્માદિ તે નર ન નયત TIકા”
શ્રી જિનાગમમાં એજ વસ્તુને ઘણી ઘણી યુકિતઓ પુર:સર સમજાવવા પ્રયત્ન કરવામાં આવેલ છે. આથી એ સિદ્ધ થાય છે કે કથન કરનાર સર્વજ્ઞ હોય તો પણ શ્રવણ કરનાર સ્વમતનો આગ્રહી અલ્પેશ હોય તો શ્રદ્ધા કરી શકતો નથી, સર્વજ્ઞવચન સત્ય છે એવું હૃદયથી સ્વીકારી શકતો નથી, યાવતુ નિ:સંશય બની શકતો નથી ? એટલું જ નહિ પણ પોતાના મનથી વિરૂદ્ધ જતી સર્વજ્ઞ ભગવાનની વાતોને પણ ખોટી માને છે, ખોટી છે એમ જાહેર કરે છે એને દ્વેષનો માર્યો બીજાઓને પણ તેમ સમજાવવા પ્રયાસ કરે છે.
હવે પ્રશ્ન એ બાકી રહે છે કે શ્રી સર્વજ્ઞાભગવાનના વિરહકાળમાં શ્રી રાવંશવચન પ્રત્યે શ્રી સર્વજ્ઞભગવાનના વિદ્યમાનકાળ ટલી સંદેહરહિત પ્રતીતિ થઇ શકે કે કેમ? તેનો ઉત્તર એ છે કે-થઇ શકે. શ્રી જિન અત્યારે