________________
૩૪૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
વચનો ઉપરનો સંદેહ ટળવો શકય જ નથી અને શ્રી જિનભાષિત એક પણ વચન ઉપરનો સંદેહ એ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે, એમ શાસ્ત્રોનું કથન છે : અને એ કથન માન્ય કરી લઇએ તો આજે એક પણ, આત્મા સમ્યગદર્શનગુણને ધારણ કરવાવાળો નીકળી શકશે નહિ ? તો પછી શ્રી જિનની આજ્ઞાનુસાર નિર્દભ વૈરાગ્યાદિ મહા સગુણોને ધારણ કરનાર તો કયાંથી જ નીકળી શકે? આ પ્રશ્ન અધુરી સમજણમાંથી ઉદ્ભવેલો છે. ગીતાર્થ ગુરૂઓની ઉપાસના કર્યા સિવાય બની ગયેલા પુસ્તકીયા પંડિતોએ તો આજે આવા આવા અનેક પ્રશ્નો ઉભા કરીને ભદ્રિક પરિણામી અને સુખે ધર્મ પામી શકે તેવા સરળ અધ્યવસાયવાળા આત્માઓના શ્રદ્ધા રૂપી દેહ ઉપર કારમી કતલ ચલાવી છે. એ કતલમાંથી આજે જ કોઇ આત્માઓ બચી શકયા હોય, તેને અમે ભારે પુણ્યવાન માનીએ છીએ. પરંતુ એવા પુણ્યવાન આત્માઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી પણ રહી નથી : અને જે રહી છે તે પણ શ્રદ્ધાનાશના માર્ગે જવાની તૈયારીમાં છે, એમ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોનાર કોઇને પણ લાગ્યા સિવાય રહી શકે તેમ નથી. આવી પરિસ્થિતિમાં ઉપરોકત પ્રશ્નનું સમાધાન સચોટ રીતે થવું જોઇએ, એમ અમને લાગે છે.
શ્રી જિનેશ્વરદેવ એ સર્વજ્ઞ છે, તેથી તેમના વચનમાં કોઇને પણ સંદેહ થાય એ બનવાજોગ નથી, એમ કહેવું એ સર્વથા ખોટું છે. કથન કરનાર સર્વજ્ઞ છે, કિન્તુ એ કથનને ઝીલનાર સર્વજ્ઞ નથી. ઝીલનાર જ્યાં સુધી અલ્પજ્ઞ છે, ત્યાં સુધી તેના આત્મામાં સંદેશાદિ ન થાય એમ માનવું એ ન્યાયવિરૂદ્ધ છે. શિક્ષક સમજવો છે તેથી વિદ્યાર્થી પણ સમજેલો જ હોવો જોઇએ. એના જેવું એ કથન છે. જે દિવસે વિદ્યાર્થી પણ સમજે તો બનશે, તે દિવસે વિદ્યાર્થી અને શિક્ષકમાં કોઇ પણ જાતનો તફાવત હશે નહિ. તેમ સર્વજ્ઞભગવાન એ યથાર્થ વકતા હોવા છતાં, અયથાર્થ જ્ઞાનમાં જ રાચેલા, માયેલા અને આગ્રહી બનેલા ખાત્માઓ શ્રી સર્વશદેવના વચનને જેમનું તેમ સંદેહ રહિતપણે ગ્રહણ કરી લે, એમ બનવું એ કોઈ