________________
૩૪૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ વિદ્યમાન નથી, પણ શ્રી જિનનું વચન તો વિદ્યમાન છે. શ્રી જિનની હયાતિ વખતે પણ શ્રદ્ધા તો શ્રી જિનના વચન દ્વારા એ જ કરવાની હોય છે. એટલો તફાવત અવશ્ય રહેવાનો છે કે-સાક્ષાત્ શ્રી જિનના સમાગમ વખતે શ્રધ્ધા થવા માટે અતિશયાદિ સામગ્રીની અનુકૂળતા રહેવાની છે, તે શ્રી નિના વિરહકાળમાં નથી જ રહેવાની. એ કારણે નિરાગ્રહી આત્માઓને પણ શ્રી જિનના વિદ્યમાનકાળ કરતાં વિરહકાળમાં શ્રદ્ધાની પ્રાપ્તિ કષ્ટસાધ્ય તો રહેવાની જ છે. પરન્તુ અહીં પ્રશ્ન દુ:સાધ્યતા-સુસાધ્યતાનો નહિ, કિન્તુ પ્રાપિ-અપ્રાપ્તિનો છે. શ્રી જિનના વિરહકાળમાં શ્રી જિનવચન પ્રત્યે શ્રદ્ધાની પ્રાપ્તિ દુ:સાધ્ય હોવા છતાં પણ અસંભવિત નથી, એ મુદ્દો છે.
શ્રી જિનના સમાગમકાળમાં અતિશયાદિ સામગ્રી એ શ્રદ્ધાપ્રાપ્તિમાં વિશેષ નિમિત્ત છે, કે જે તે સિવાયના કાળમાં નથી, તો પણ તે અવ્યભિચારી થા અન્તિમ કારણ નથી. શ્રી જિનના વિદ્યમાનકાળમાં શ્રી જિનના સમાન બાહા અતિશયોની દ્વિ વિદુર્વવાનું સામર્થ્ય અન્ય માયાવીઓમાં પણ હોય છે. ઇન્દ્રજાલ આદિ દ્વારા તેઓ પાપોતાને શ્રી જિનના સમાન બતાવી શકે છે, તેથી તેવા પ્રસંગોએ કોણ જિમ ? એ કેવળ બાહ્ય કિ દ્વારાએ કળી શકવું મુશ્કેલ થઈ પડે છે. એનો નિર્ણય તો અંતરંગ અતિશયોની પ્રતીતિથી જ થઇ શકે છે. અંતરંગ અનન્ત અતિશયોમાં કેવળજ્ઞાન એ મુખ્ય અતિશય છે અને તેને ઓળખવાનું લિંગ અવિસંવાદી ઉપદેશ છે. અર્થાત્ શ્રી જિનનાં સાક્ષાત્ કાળમાં પણ શ્રી જિનને ઓળખી શ્રી જિનના પ્રત્યે નિશ્ચળ શ્રદ્ધાસંપન્ન બનવા માટે શ્રી નિના ઉપદેશ સિવાય અન્ય કોઇ અવ્યભિચારી માર્ગ નથી. એ ઉપદેશ આજે હયાતિ ધરાવતો નથી, એમ સિધ્ધ કરવા માટે કોઇ પ્રમાણ નથી. હયાતિ ધરાવે છે, એ સિદ્ધ કરવા માટે સેંકડો પ્રમાણો છે. ઓને સેંકડો પ્રમાણોથી સિદ્ધ વાતોને પણ અવગણવી છે, તેઓની પ્રમાણમાર્ગમાં ફૂટી કોડીની પણ કિમત નથી. પ્રમાણમાર્ગમાં તેઓની જ કિમત છે, કે જેઓ પ્રમાસિક વાતોને સ્વીકારવા તૈયાર હોય. બીજાઓનું કથન પ્રામાણિક જગતમાં આદેય વચનવાળું કદી પણ બની
બીજા તિ છે, ફી કીડીએથી રિ