________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૫૧
પણ આંચકો આવતો નથી. શ્રી આનન્દઘનજી મહારાજની એ જ એ કડી દ્વારાએ આજે કેટલાયે આત્માઓ સત્યની સામું પણ નહિ જોવાની દ્રઢ પ્રતિજ્ઞાવાળા બન્યા છે તેનો વિચાર કરતાં પણ ત્રાસ છૂટે છે. શ્રી જિનમતને પરમ વફાદાર સુવિહિતશિરોમણિ શ્રીમાન્ આનન્દધનજી મહારાજ, શું કોઈ પણ ગચ્છમાં સત્ય નથી, બધા જ અસત્યના પૂજારી છે, માટે સર્વ ગચ્છો અને મતોને છોડી દઇ અલગ થઇ જાઓ અને કોઇ પણ ગચ્છને નહિ માનનાર એક નવો ગચ્છ કાઢો, એવા કઢંગા ઉપદેશને દેવા તત્પર થયા હશે ? જરા સ્થિર ચિત્તવાળા બનીને વિચાર કરવાની આવશ્યકતા છે. સાધુસમુદાય અને શ્રાવકસંઘની રક્ષા માટે ભિન્ન ભિન્ન કાળે અને ભિન્ન ભિન્ન સ્થળે ઉત્પન્ન થયેલા ગચ્છો, એ શ્રી જિનમત રૂપી રથને માર્ગ પર ચલાવવાને અતિશય આવશ્યક વસ્તુ છે. ગચ્છના નામે શ્રી નિમત સિવાય સ્વમતિકલ્પનાનો દોર ચલાવનારાઓને ચાબખો મારવા માટે કહેલું આપેશિક વચન ગચ્છોની જ હસ્તી ઉડાડી મૂકવામાં વપરાય, તો તેના જેવો ભયંકર અન્યાય (પરમ હિતકર વાતને કહેનાર શ્રીમાનું આનન્દધનજી મહારાજને પણ) બીજો કયો હોઇ શકે ? મહાપુરૂષોએ કહેલાં વચનોની અપેક્ષા ગુરૂગમ દ્વારાએ નહિ સમજવાથી કેટલો અનર્થ મચે છે, તેનું આ એક હુબહુ દ્રષ્ટાંત છે. સંઘની સુરક્ષા માટે ગચ્છોની જો જરૂર જ છે, તો તેમાં પ્રામાણિક ગચ્છોની સાથે કેટલાક અપ્રમાણિક ગચ્છો પણ રહેવાના જ. એ રીતે અપ્રામાણિકતાના ડરથી પ્રામાણિક ગચ્છોનો પણ નાશ યા ઉપેક્ષા કરવામાં આવે, તો ચોરના ભયથી શાહુકારોને પણ ફાંસી દેવા જેવું અસંબદ્વ ચેષ્ટિત બને છે. ચોર અને શાહુકારનાં લક્ષણો જાણી ચોરથી બચવું અને શાહુકારનો આશ્રય લેવો, એ તો વ્યાજબી છે. પરન્તુ ગતમાં ચોર છે માટે શાહુકાર ન જ હોય, એવા અજ્ઞાની નિર્ણય ઉપર આવી જવું અથવા શાહુકારનો પણ ચોર જેટલો જ ભય ધારણ કરવો, એ કોઇ પણ રીતે વ્યાજબી નથી.
પ્રામાણિક ગચ્છો કયા અને અપ્રામાણિક ગચ્છો કયા, એની