________________
૩૦૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
તો આ રીતિએ દોષ તપાસી દોષ કાઢવા ધર્મ થાય, એ કામ ન કરે ? કેટલાકને તો અમારામાં આ દોષો છે એનું ભાન પણ નથી. અમૂકને દોષ કહેવાય એનોય ખ્યાલ કેટલાકને નથી. આ દોષોનો આ પૂર્વે ખ્યાલ કેટલાને હતો ? વ્યવહારમાં તો ઝટ ખ્યાલ આવે છેને ? હવે દોષો જાણ્યા પછી દોષ રાખવાના કે મૂકવાના ? દોષો જાણવા માટે જ છે કે જાણીને મૂકવા માટે છે ? જો એ દોષો મૂક્યા હશે તો આપણામાં એ કેટલા પ્રમાણમાં છે એ જોવું પડશે ને ? એ દોષો કયી રીતિએ કાઢવા, એનો વિચાર પણ કરવો પડશેને ? દોષ અને દરિદ્રતા કર્મજન્થ છતાં તે ટાળવા પ્રયત્ન અને દોષો કર્મજન્ય માની બેસી રહેવું ?
સભા. દોષો તો કર્મથી હોય ને ?
દોષો કર્મથી છે એમ માની અગર કહી બેસી રહેવાનું ન હોય, દોષ કાઢવાને માટે પ્રયત્ન કરવાનો હોય. જોઇલીધું કે-દુશ્મને મારવાનો પાસો ફેંકયો છે, તો બચવાની કાળજી રાખવી. દોષ ઘટે અને ગુણ વધે, એમ કરતાં દોષ સર્વથા જાય અને ગુણમય દશા પ્રાપ્ત થાય એટલે બેડો પાર. દોષ, એ કર્યજન્ય છે જ્યારે ગુણ એ ક્ષયોપશમાજિક્ય છે. કોઇ પણ ગુણ પહેલાં ઉપશમથી કે ક્ષયોપશમથી આવે. કયોપશમ વિના સાયિક નહેિ. સાયિક સમ્યક્ત્વ પામવા પહેલાં આત્મા લાયોપથમિક સમ્યક્ત્વ પામેલો જ હોય. એ વિના સીધું ક્ષાયિક સમ્યક્ત્વ આવે જ નહિ. શાયિક ગુણ પામવાને માટે સાધન ક્ષયોપશમ છે. દોષો ટળે ત્યારે ગુણ આવે ને ? માટે દોષોને સર્વથા તળવા માટે સાધન ક્ષયોપશમ. દુનિયાની શુભાશુભ બન્ને પીગલિક સામગ્રી નુકશાનકારી છે, માટે ગુણસાધક ક્ષયોપશમ આદિની જરૂર છે. દોષ કર્મજન્ય છે, એમ માની અટકતા નહિ : કારણ કે-૩ળવાના ઉપાય છે. રોગ આવે ત્યારે શું કરો છો ? વૈદ્યને ત્યાં જાવ છોને? દરિદ્રતા વળવા મહેનત કરો છો કે નહિ? ત્યાં કર્મ સમજી બેસી રહેતા નથી ને ? દુનિયાના રોગ અને આત્માના દોષ, એ બેય કર્મન્ય છે : છતાં રોગ અને