________________
૩૨૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
છતી શકિતએ ઉદ્યમ ન કરે એ બનવાજોગ જ નથી.
અહીં કોઇ શંકા કરશે કે-સંક્ષિપ્ત બોધથી તીવ રૂચિ પેદા કેમ થાય ? કોઇ પણ વસ્તુ પ્રત્યે પ્રેમ સંપાદન કરવાની રીત જ એ છે કે-તેના ગુણોનું પ્રથમ સારી રીતે જ્ઞાન મેળવવું. એ જ્ઞાનમાંથી જેટલી કચાશ તેટલી પ્રેમમાં પણ કચાશ જ રહેવાની. એ વાત સત્ય હોવા છતાં પણ
સારી રીતે જ્ઞાન મેળવવાનો અર્થ “સર્વ વિશેષો સહિત' એવો કોઇ કરતું હોય તો તે સાચું નથી. અહીં “સારી રીતે' નો અર્થ “તીવ રૂચિ પેદા કરાવે' તેવો અને તેટલોજ ગ્રહણ કરવાનો હોય છે. તીવ રૂચિ પેદા કરાવે' તેટલું જ્ઞાન પેદા કરવા માટે સર્વ વિશેષોના જ્ઞાનની આવશ્યકતા છે, એમ કહેવું એ ખોટું છે. બાળકને માતા પ્રત્યે તીવ રૂચિ હોય છે, તેનું કારણ તે માતાના સ્વરૂપને સર્વ રીતે ઓળખનાર હોય છે તે નથી, કિન્તુ માતા મારી તિસ્વિની છે તેનો જ માત્ર ખ્યાલ તેને હોય છે. માતાની કોઈ પણ ચેષ્ટા કે પ્રવૃત્તિ બાળકના હિત માટે હોતી નથી, એ જાણીને જ બાળક માતા પ્રત્યે પ્રેમવાનું બનેલ હોય છે. એટલે માતા પ્રત્યે બાળકના પ્રેમનું કારણ માતાના સંપૂર્ણ સ્વરૂપનું જ્ઞાન નથી, કિન્તુ તેની હિતકારિતા માત્રનું જ્ઞાન
રૂચિ અગર પ્રેમનો આધાર જ્ઞાન છે એ વાત સત્ય હોવા છતાં, તે જ્ઞાન જે પદાર્થ પ્રત્યે રૂચિ અગર પ્રેમ ઉત્પન્ન કરવો છે, તે પદાર્થની ‘હિતકારિતા' સિવાય બીજી બાબતનું નહિ જ, એ બરાબર સમજી રાખવું જોઇએ. પદાર્થની ‘હિતકારિતા' ઉપરાન્ત તેના બીજા ધર્મોનું જ્ઞાન હોય તો હરકત નથી, કિન્તુ તે પણ સાધક હોવું જોઇએ કિન્તુ બાધક નહિ. માબાપ બાળકના હિતચિત્તક હોવા છતાં, તેવા પ્રકારના ઉલ્લંઠ બાળકોની સોબતથી રખડેલ બનેલ બાળકને- “રમતગમત ઉપર અંકુશ મૂકનાર માતાપિતા મારા સુખમાં અંતરાય કરનાર છે.' –એવી જાતિનું જ્ઞાન માબાપ પ્રત્યેની ભક્તિ યા પ્રેમમાં સાધક નથી કિન્તુ બાધક છે. તેજ રીતે શ્રી જિનવચન અને તેણે ફરમાવેલા માર્ગ પ્રત્યે રૂચિ યા ભકિતનું કારણ શ્રી જિનવચન યા