________________
૩૩૦
ચોદ ગુણસ્થાનક ભાગ-૧ જિનવચનાનુસાર જ્ઞાન, એ સમ્યગુજ્ઞાન છે અને એથી વિપરીત મિથ્યાજ્ઞાન છે. અહીં સમ્યગુજ્ઞાન એટલે પદાર્થનો સાચો અવબોધ કરાવનાર જ્ઞાન અને મિથ્યાજ્ઞાન એટલે પદાર્થના સ્વરૂપથી વિપરીત પ્રતિપત્તિ કરાવનાર બોધ. શ્રી જિનવચન સંસારનો જે બોધ કરાવે છે તે યથાર્થ છે, જ્યારે ઇતરનાં વચનો સંસારને વિપરીત આકારમાં રજુ કરે છે. સંસારને તેના યથાર્થ આકારમાં સમજ્યા વિના તેના પ્રત્યે થયેલો વૈરાગ્ય લાંબો વખત ટકી શકે એ બનવું સંભવિત નથી અને કદાચ ટકે તો પણ તે સર્વથા નિર્દભ હોવો તે કદી પણ શકય નથી.
વૈરાગ્યનો પર્યાય શબ્દ છે રાગનો અભાવ : અને એ રાગ સંસારી આત્માઓને કોઇને કોઇરીતે વળગેલો હોય જ છે. સંસારી આત્માઓના દુઃખનું મૂળ પણ તે રાગ જ છે, કારણ કે-જ્યાં રાગ હોય છે ત્યાં તેથી વિરૂક વસ્તુ ઉપર દ્વેષ બેઠેલો જ હોય છે : અને રાગ-દ્વેષ બે જ્યાં બેઠા હોય છે ત્યાં ભય, શોક, અરતિ આદિ ન હોય એમ બનતું જ નથી. ભય. શોક, અરતિ આદિ મનોવિકારોની આધીનતા એજ દુઃખ છે. એ કારણે દુઃખથી મુકિત મેળવવાના અથિ આત્માઓએ “રાગ' થી મુકિત મેળવ્યા સિવાય બીજો ઉપાય જ નથી. એ રાગથી મુકિત થવી વૈરાગ્યને આધીન છે અને વૈરાગ્ય સંસારના સ્વરૂપને તે છે તે રીતે સમજવા ઉપર આધાર રાખે છે. સંસારને તેના યથાર્થ સ્વરૂપમાં સમજાવનાર શ્રી જિનવચન સિવાય બીજું કોઇ નથી. એ કારણે વૈરાગ્યના માર્ગમાં શ્રી જિનવચનની ઉપયોગિતા સૌથી અધિક છે, એ સ્વતઃ સિદ્ધ થાય છે.
એ શ્રી જિનવચનની પણ ભાવરહિત પ્રાપ્તિ નિરર્થક છે. ભાવરહિત અને ભાવસહિત જ્ઞાન વચ્ચે સૂર્ય અને ખદ્યોત જેટલું અંતર છે. ખદ્યોતનો પ્રકાશ અકિચિત્કર છે, સૂર્યનો પ્રકાશ કાર્યસાધક છે : તેમ ભાવસહિત જ્ઞાન એજ વૈરાગ્યના માર્ગમાં કાર્યનું સાધક છે. ભાવરહિત જ્ઞાન શ્રી નિવચનાનુસાર હોવા છતાં પણ સમ્યગુજ્ઞાનની કોટિને પ્રાપ્ત કરી શકતું નથી. શ્રી જિનવચનાનુસાર જ્ઞાન પણ અભવ્ય યા દુર્ભવ્યોને વિપુલ પ્રમાણમાં