________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૩૩
અને કુધર્મની આશાતનાનો જેટલો ભય લાગે છે, તેટલો ભય સુદેવ, સુગુરૂ અને સુધર્મની આશાતનાનો રહ્યો નથી. આંશિક સત્યને સંપૂર્ણ સત્ય માની લઇ ઉભા થયેલા એકાન્ત દર્શનોમાં તેઓ જેટલો સત્યનો પક્ષપાત જોઇ શકે છે, તેટલો સત્યનો પક્ષપાત સંપૂર્ણ સત્યને જ સત્ય તરીકે સ્વીકારવાનો ઉપદેશ કરનાર આગમોમાં જોઈ શકતા નથી. અસત્ય વાતને પણ અસત્ય તરીકે જાહેર કરવામાં તેઓને કોમીવાદનું પોષણ દેખાય છે અને સત્યનું છડેચોક ખંડન કરનાર પણ ક્ષમાશીલ છે, એવો તેમને ભાસ થાય છે. અનુપેક્ષણીય દોષપાત્ર એવા પણ પરની ટીકામાં પાપ દેખનારા અને સર્વમાં ગુણ જ જોવાની વાતો કરનારા પોતાની રૂચિથી પ્રતિકૂળ ગુણવાનોની નિન્દા કરવાની એક પણ તકને તી કસ્તા નથી. હિંસાને પાપ માનનારા અને રાજ્યકારી ક્ષેત્રમાં પણ અહિસાની હિમાયત કરનારા, જીવનપર્યત અહિસાવતને આચરનારા સ્વગુરૂઓની સાચી યા ખોટી નિન્દા કરવામાં અભિમાન લે છે. શસ્ત્રસજ્જ રાજ્ય સામે નિર્બળોના પ્રાણ લુટાવી દેવાની વાતો કરનારા તેમને અસત્ય ઝનુન ફેલાવનારા નથી લાગતા, કિન્તુ શ્રી જિનમતના સાચા અને વિશ્વોપકારક સિદ્ધાન્તોના સંરક્ષણાર્થે સર્વસ્વ સમર્પિત કરી દેવાના ઉપદેશો તેમને ધર્મઝનુન ફેલાવનારા લાગે છે. શ્રી જિનમત એ સત્ય હોવા છતાં તેને નહિ સ્વીકારનારા અને તેનો વિરોધ કરનારા આત્માઓમાં પણ ગુણ જ જોવા અને પ્રશંસવાની વાતો કરનારા, શ્રી જિનમતને આકીનપૂર્વક સ્વીકારનારા અને કુમતનો મિથ્યાત્વના કારણે વિરોધ (ખંડન) કરનારાના સઘળા ગુણો છૂપાવી દઇ દોષોને જ આગળ કરે છે, ત્યારે તેવા આત્માઓની શ્રદ્ધાની પરીક્ષા થઇ જાય છે. શ્રી જિનમતમાં પ્રકાશિત ભૌગોલિક વાતોમાં કે દેવ, નારકી આદિના વર્ણનોમાં જેમની તેમ શ્રદ્ધા રાખવામાં તેમને જેટલી અંધશ્રદ્ધાની ગંધ આવે છે, તેટલી અંધશ્રદ્ધાની ગંધ વર્તમાનની વૈજ્ઞાનિક શોધોને આપ્રવચન તુલ્ય જેમની તેમ માની લેવામાં આવતી નથી. શ્રાવકકુળના અહિંસક આચારો અને રાત્રીભોજન,