________________
૩૩૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ દોષ તેમનો પોતાનો છે, નહિ કે તે ધર્માનુષ્ઠાનોનો. અગર જો તે આત્માઓના જીવનમાં ધર્માનુષ્ઠાનોનું આચરણ પણ ન જ હોત, તો તેઓ આજે જેટલા સારા દેખાય છે તેટલા પણ સારા રહી શકયા હોત કે કેમ ? એ એક સવાલ છે. તેઓને વધુ પાપી થતા અટકાવનાર એ ધર્માનુષ્ઠાનો જ છે. તેઓમાં પ્રવેશેલી દાંભિક વૃત્તિ, જડતા, આગળ વધવાના ઉત્સાહનો અભાવ, ગતાનુગતિકતા, સ્વાર્થ સાધવાની જ એક વૃત્તિ, એ વિગેરે દોષો એ એમની વિષક્રિયાઓ, ગરલક્રિયાઓ અને સમૃૐિમક્રિયાઓનાં ફળ છે. શ્રી જૈનશાસને એ ક્રિયાઓને કદાપિ વિહિત કોટિની ગણેલી નથી. અવિહિત રીતિએ ક્રિયાઓને આચરનારાઓના દોષનો ટોપલો વિહિત રીતિએ ક્રિયા આચરવાનો ઉપદેશ આપનારાઓ ઉપર ઓઢાડી દેવા પ્રયાસ કરવો, એ સર્વથા ન્યાયવિરૂદ્ધ છે. ક્રિયા પ્રત્યે આદર ગુમાવી બેઠેલા કહેવાતા ભણેલાઓએ એ જાતની નીતિ અખત્યાર કરવી, એ તેમના ભણતરને કલંક લગાડનાર છે. એવી ઉંધી નીતિ અંગીકાર કરવાના બદલે શરૂથી જ જો તેઓએ સલ્કિયામાં પ્રવેશતી અવિધિનો જ માત્ર સામનો કર્યો હોત, શુદ્ધ વિધિપૂર્વક થતી ક્રિયાઓને હૃદયથી પ્રશંસી હોત અને જગતમાં તેનો જ મહિમા ગાયો હોત, તો વિપરીત રીતિએ અનુષ્ઠાન કરનાર કે તેઓની આટલી કફોડી દશા થવા પામત નહિ. માર્ગથી ચુત થવાનું કે બીજાઓને કરવાનું મુખ્ય કારણ તેઓની આ અયોગ્ય નીતિ જ છે.
શ્રી જિનભાષિત લોકોત્તર અનુષ્ઠાનો, એ શ્રદ્ધા અને વૈરાગ્યને પોષક છે. એનો અનુભવ આજે ન થતો હોય તો તેનો દોષ વિપરીત ઇરાદે કે અન્ય અવિધિના આસેવનપૂર્વક અનુષ્ઠાનો આચરનારાઓનો છે : અને તેથી પણ વધુ દોષ એ અવિધિની નિન્દાનો માર્ગ છોડી દઇ અનુષ્ઠાનોને જ નિન્દી છોડી દેનારા કે છોડી દેવાનો ઉપદેશ આપનારાઓનો છે. એ બંને માર્ગ ત્યાજ્ય છે. તેવા અયોગ્ય માર્ગોનો હજુ પણ ત્યાગ કરી દેવામાં આવે, તો તેવા આભાઓને લોકોત્તર અનુષ્ઠાનના મહિમાનો સ્વયં સાક્ષાત્કાર થયા સિવાય રહે નહિ અથવા શુદ્ધ વિધિપૂર્વક લોકોત્તર અનુષ્ઠાનો