________________
૩૩૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ અભક્ષ્યભક્ષણાદિના ત્યાગો તેઓને જેટલા પસંદ આવતા નથી, તે કરતાં કેઇગુણી પસંદગી તેઓની રાજ્યસત્તાને માત કરવા માટે અને લોકના ઐહિક સ્વાર્થોની રક્ષા માટે ઉપજાવી કાઢેલી કહેવાતી પદ્ધતિમાં સમાયેલા ત્યાગ ઉપર ઉતરે છે. અહિંસા, સંયમ અને તપ એ ઉત્કૃષ્ટ મંગળ છે અને સર્વ ધર્મોનું પરમ રહસ્ય છે, એવી વાતો કર્યા પછી જ અહિંસામાં સંયમ અને તપ ઉભયનો વિનાશ છે, એ અહિસા પણ પરમ ધર્મ છે, એમ કહેતાં તેઓની જીભ થોભતી નથી. કર્મવિનાશના અમોધ ઉપાય રૂપે પ્રદર્શિત કરેલ શ્રી નિદર્શિત અત્યંતર તપની મક્તા કયા પછી લૌકિક ઇરાદે થતી ધ્યેયશુન્ય સમાજસેવાદિ લૌકિક કાર્યોને અત્યંતર તપની કોટિ અર્પિ દેવા સુધીની બાલિશ ચેષ્ટા કરતાં પણ તેઓના હૈયા કે કલમ કંપતા નથી. આ બધાને સમ્યકકિયા વિનાના આદરાન્ય જ્ઞાનના વિલસિત સિવાય બીજું શું કહી શકાય તેમ છે ? અહીં પ્રશ્ન આદરનો છે : લોલજ્જા કે કુળમર્યાદાથી થતી ક્રિયાનો નથી. જે આદર અને અન્તરંગ પ્રેમ સમ્યક્ત્વપોષક સન્ક્રિયાઓ પ્રત્યે જોઇએ, તે નાશ પામવાથી જ અને તેને નાશ પામવામાં અભિમાન લેવાથી જ આ સ્થિતિ ઉભી થઇ છે, એમ કહેવામાં જરા પણ ખોટું નથી. અનીતિ આદિ નાના પાપોને પણ ભયંકર માનવાનું કહેનારા મોજથી અને વિલાસથી મિથ્યાસેવનમાં રકત બને, એમાં અભિમાન ધારણ કરે અને પોતાના જ્ઞાનની સાફલ્યતા સમજે, એ જ્ઞાનીઓને મન અતિશય કરૂણાનો વિષય છે. મિથ્યાત્વ એ મહાપાપ છે, બીજા સત્તર પાપોથી પણ તે ચઢીયાતું છે, અનન્ત જન્મ-મરણની પરમ્પરાને વધારનારા છે, એમ સમજ્યા અને સમજાવ્યા પછી વાત-વાતમાં એ પાપના સેવનમાં રસ લેવાય, તેના જેવો દેખતો અંધાપો બીજો એક પણ ન હોઇ શકે, તેવાઓએ સમ્યગદ્રષ્ટિ આત્માઓની ધર્મક્રિયાઓને જાહેરમાં હલકી પાડવા જેટલો પ્રયાસ કર્યો છે, તેટલો પ્રયાસ દેશભકિતના નામે પ્રવર્તતા સ્વચ્છંદને અટકાવવા કર્યો હોય, તેવું જાણવામાં કે દેખવામાં કદી આવતું નથી. તેઓને શ્રદ્ધાપૂર્વક શ્રી જિનભકિત અને તીર્થયાત્રાદિ કરવામાં જેટલો લાભ