________________
૩૩૮
નક ભાગ-૧
છે કે વર્તમાન દુનિયામાં શ્રી જિનોકત અનુષ્ઠાનો અને તેને આચરનારાઓનો ડંકો વાગે. એ અનુષ્ઠાનોની પસંદગી અને આચરણા કોઇ સામાન્ય પુરૂષોએ કરેલી નથી, પણ જગતની સર્વશ્રેષ્ઠ વ્યકિતઓએ તે અનુષ્ઠનોને પ્રકાશિત કર્યા છે અને સર્વશ્રેષ્ઠ વ્યકિતઓએ તેને આચર્યા પણ છે. આજે જરૂર છે અવિધિના ત્યાગની અને વિધિયુકત અનુષ્ઠાનના અભ્યાસની. અભ્યાસકાળમાં પણ એ અનુષ્ઠાનો અવિધિનો ત્યાગવાળાં બની જવાનાં છે, એમ માનવું સર્વથા નિર્મળ છે. વિધિનો રસ અને રાગ (શ્રદ્ધા) અવિધિના દોષને દગ્ધ કરી નાંખી અનુષ્ઠાનોને શોભાવનાર બને છે. પરંતુ આજે ટીકાખોરોને વિધિયુકત અનુષ્ઠાન આચરવા પણ નથી, શુદ્ધ વિધિ પ્રત્યે રાગ પણ દર્શાવવો નથી અને ઉત્તમ આત્માઓની અભ્યાસકાળની અવિધિની પણ પેટ ભરીને નિન્દા કરી લેવી છે. એવા કાળમાં પંચમ આરાના અન્ત સુધી પ્રભુનું શાસન અવિચળ રહેવાનું ન હોત, તો આટલો પણ વિધિરાગયુકત ધર્માનુષ્ઠાનનો આદર જોવામાં આવી શકત નહિ. વિધિના રોગયુકત ચિત્તથી અવિધિપૂર્વક થતું લોકોત્તર અનુષ્ઠાનોનું આરાધન આજે પણ આરાધક આત્માઓને અસંચિત્ય લાભ કરી રહ્યું જ છે. પરંતુ તેનું અનુમોદન કરનાર વર્ગ થોડો છે. અને તેવી ઉત્તમ ક્રિયાને પણ હલકી પાડવાનો પ્રયાસ કરનાર વર્ગ મોટો છે. તથા તે પાપના ભય વિનાનો બન્યો છે, ત્યારે સારી પણ વસ્તુનું તેજ ઢંકાઈ જાય તેમાં બહુ નવાઈ પામવા જેવું નથી.
સલ્કિયાઓ ઉપર આટલો વિચાર આપણે એટલા માટે કરવો પડ્યો છે કે-તે શ્રદ્ધાનું એક અંગ છે : અને શ્રદ્ધા એ વૈરાગ્ય નિર્મળ બનાવવા માટે મુખ્ય ભાગ ભજવે છે. નિર્મળ વૈરાગ્ય એ જ્ઞાનનું ફળ છે, પણ તે જ્ઞાન શ્રદ્ધાપૂર્વકનું હોવું જોઇએ. છમસ્થનું જ્ઞાન હંમેશા અપૂર્ણ જ રહેવાનું છે, પરંતુ શ્રદ્ધા તે અપૂર્ણ જ્ઞાનને સંપૂર્ણ જ્ઞાન બનાવવાની તાકાત ધરાવે છે. જે વૈરાગ્ય અને તેનું ફળ ચાવતુ ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવનાર ગીતાર્થ મુનિપુંગવો પ્રાપ્ત કરી શકે છે, તે જ વૈરાગ્ય અને તેનું ફળ એ