________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૩૭
આચરવાની દુષ્કરતાનો પણ ખ્યાલ આવ્યા સિવાય રહે નહિ.
અવિધિથી ઉભયકાળ આવશ્યક કરનારની ટીકા કરનારાઓ એક વખત તેવી પદ્ધતિનો ત્યાગ કરી દઇ સ્વયં તે ક્રિયા આચરવા પ્રયાસ કરે, તો પોતે જે વસ્તુની થકા કરે છે તે વસ્તુ એકદમ ત્યાગ થઇ જવી કેટલી દુષ્કર છે તેનું ભાન કરી શકે. એ રીતે (અવિધિપૂર્વક) પણ. ટેકસહિત જીવનના અન્ત સુધી તે ક્રિયાઓ પોતાનાથી થવી શકય છે કે કેમ ? તેનો પરિચય થશે : અને પછી તે ભ્રમ ભાંગી જશે કે-નિરન્તરના ધર્માનુષ્ઠાન કરનારાઓ ઇરાદાપૂર્વક અવિધિનું સેવન કરે છે કે લોકોત્તર અનુષ્ઠાનની આરાધના વખતે કોઇ પણ વ્યકિત ઉપર મોહરાજાની ધાડ ચોમેરથી આવી પડે છે તે કારણ છે ! શ્રદ્વાળુઓનો એ પ્રશ્ન છે કેપોતાને ભણેલા, ગણેલા અને સુશિક્ષિત માનનારાઓ શા માટે વિધિપૂર્વક ધર્માચરણ નથી કરી બતાવતા ? જ્યાં સુધી પોતે તે ઉત્તમ અનુષ્ઠાનો આચરવાનો પ્રયાસ નથી કરતા, ત્યાં સુધી તેઓને તે અનુષ્ઠાનો આચરનારાઓની ટીકા યા નિન્દા કરવાનો હક્ક ન્યાયની રીતિએ પ્રાપ્ત થઇ શકતો નથી. એ માર્ગને આચરનારાઓની મુશ્કેલીઓનો ખ્યાલ કર્યા સિવાય જ તેના ઉપર મનફાવતા અભિપ્રાયોના વરસાદ વરસાવવા ઉતરી. પડવું, એ જ એક પોતાની અને પરની ઉભયની શ્રદ્ધા નષ્ટ કરવાનું પગરણ છે. એ પદ્ધતિથી જ આજે લોકોત્તરધર્મ અને તેના અનુષ્ઠાનો નિન્દાય છે. અન્યથા, એ ધર્મ અને એના આચરનારાઓમાં કહેવાય છે તેવું નિન્દા કરવા જેવું કોઇ પણ તત્વ હયાતિ ધરાવતું નથી.
અવિધિથી આચરનારાઓ પણ સઘળા ઇરાદાપૂર્વક અવિધિ આચરે છે, એમ કહેવું એ સર્વથા ખોટું છે. અનાદિ ભવપર્યટનમાં આ ક્રિયાઓનો અભ્યાસ કેટલો ? તેમાં પણ વિધિયુકત અભ્યાસ કેટલો ? વિધિયુક્ત કરવાની ધારણા રાખ્યા પછી પણ અવિધિથી થનાર કિયા કેટલી અને વિધિથી થનાર ક્રિયા કેટલી ? આ બધી વાતો શું વિચારવા જેવી નથી ? આ વાતોનો વિચાર કરવામાં આવે તો અમારું એમ માનવું